તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દેશમાં અસહિષ્ણુતાનો ભોગ તો PM મોદી બન્યા છે : ઉમા ભારતી

દેશમાં અસહિષ્ણુતાનો ભોગ તો PM મોદી બન્યા છે : ઉમા ભારતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારઅકસ્માતમાં પોતાનો યુવાન પુત્ર ગુમાવનારને દેશનાં કેબીનેટ મંત્રી અને ગંગા શુદ્ધિકરણ પ્રોજેક્ટના અધ્યક્ષ ઊમા ભારતી આજે રાજ્યના મુખ્યમંત્રીના પૂર્વ સલાહકાર બાબુભાઇ નવલાવાલાને રૂબરૂ મળી સાંત્વના આપવા કેન્દ્રિય જળ સંસાધન મંત્રી ઉમા ભારતી શનિવારે ટૂંકી મુલાકાતે વડોદરા આવ્યાં હતાં. વેળા પત્રકારોએ ઇશરત જહા અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાંં ઉમા ભારતીએ જણાવ્યું હતું કે,\\\"દેશમાં સૌથી વધુ અસહિષ્ણુતાનો ભોગ જો કોઇ બન્યું હોય તો તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. કોંગ્રેસ સરકારે ઉચ્ચાધિકારીઓનો ઉપયોગ કરીને નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું કામ કર્યું હતું.\\\'

કેન્દ્રિય જળ સંસાધન મંત્રી ઉમા ભારતીને પૂર્વ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જી.કે.પિલ્લાઇએ ઇશરત જહાં આતંકવાદી હોવાની વાત દબાવી રાખવા કોંગ્રેસ સરકારે જણાવ્યું હોવાના કરેલા ઘટસ્ફોટ અંગે પૂછવામાં આવ્યું હતું. મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારે તેમના શાસનમાં ઇન્ટેલિજન્સથી માંડી ઉચ્ચ હોદ્દા પર બેઠેલા વિવિધ અધિકારીઓનો ઉપયોગ કરીને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કર્યા હતા.

કેબીનેટ મંત્રાલય દ્વારા સોંપવામાં આવેલ કામગીરી પૈકી એક ઊમા ભારતી ગંગા શુદ્ધિકરણ પ્રોજેક્ટની વિશેષ જવાબદારી પણ સંભાળે છે. ગંગા શુદ્ધિકરણની કામગીરી અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ગંગા શુદ્ધિકરણ પ્રોજેક્ટનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આગામી ઓક્ટોબર-2016 સુધીમાં દેશવાસીઓને તેનું પરિણામ જોવા મળશે. વડોદરામાંથી પસાર થતી પૌરાણિક વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ અંગેના પ્રશ્નમાં ઉમા ભારતીએ જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી માટે બાબુભાઇ નવલાવાલા સાથે અવારનવાર ચર્ચા-વિચારણા થતી રહે છે. કેન્દ્રિય મંત્રીએ જે.એન.યુ. મુદ્દે કાંઇ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.

કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ વડોદરા આવી બાબુભાઇ નવલાવાલાના નિવાસસ્થાને પહોંચી પુત્ર હિરક નવલાવાલાના આકસ્મિક નિધન અંગે સાંત્વના આપી હતી. ઉપરાંત નવલાવાલાનાં પરિવારજનો સાથે તેમણે 3 કલાક વિતાવ્યા હતા.

આજે કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી નટુ ભાઇ સર્કલ સ્થિત બાબુભાઇ નવલાના પુત્રનું નિધન થતાં તેમના પરિવારને સાંત્વના આપતા નજરે પડે છે.

\\\"ઇશરત જહાં આતંકવાદી હોવાની વાત કોંગ્રેસે દબાવી\\\'

PMના પૂર્વ સલાહકાર નવલાવાલાને સાંત્વના આપવા આવ્યાં

અન્ય સમાચારો પણ છે...