તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્થાનિક સ્વરાજયની સંસ્થા બાદ હવે િવધાનસભામાં કોંગ્રેસ સત્તા મેળવશે

સ્થાનિક સ્વરાજયની સંસ્થા બાદ હવે િવધાનસભામાં કોંગ્રેસ સત્તા મેળવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2017નીવિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ગુજરાતમાંથી સફાયો થઇ જશે અને કોંગ્રેસ સંપૂર્ણ બહુમતીથી સરકાર બનાવશે તેમ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ગુરુદાસ કામતે શનિવારે રાતે વડોદરામાં જણાવ્યું હતું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની બેઠક રવિવારે આણંદ જિલ્લામાં યોજાઇ રહી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને મળનારી બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહેવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ગુરુદાસ કામત શનિવારે રાતે સાડા આઠ વાગે હવાઇ માર્ગે મુંબઇથી વડોદરા અાવ્યા હતા.હરણી હવાઇ મથકે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, સેવાસદનના વિરોધપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થુ),ધારાસભ્ય અમિત ચાવડા, રાષ્ટ્રીય યુવા મોરચાના મંત્રી ઋત્વિજ જોષી,પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર રાવત સહિતના આગેવાનોએ ગુરુદાસ કામતનુ સ્વાગત કર્યુ હતુ.

હરણી હવાઇ મથકે ગુરુદાસ કામતે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રજાનો લોકમત મેળવીને સત્તા મેળવશે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરુદાસ કામતનો િવશ્વાસ

અન્ય સમાચારો પણ છે...