તાંબેકરની હવેલી પાસે થઇ રહેલાં બાંધકામ અંગે 12થી વધુને નોટિસ

200 મીટરની ત્રિજ્યામાં બાંધકામ સામે પુરાતત્ત્વની લાલ આંખ

DivyaBhaskar News Network | Updated - Nov 11, 2018, 03:56 AM
Vadodara - latest vadodara news 035639
શહેરના ઐતિહાસિક તાંબેકરના વાડા તરીકે જાણીતી ભાઉ તાંબેકરની હવેલીથી 200 મીટરની ત્રિજયામાં થતા બાંધકામ સામે રજૂઆતો થતાં આખરે પુરાતત્વ વિભાગે લાલ આંખ કરીને નોટિસો ઇસ્યુ કરી છે.

અધિનિયમ 2010 મુજબ રક્ષિક સ્મારકની ચારે બાજુુ 100 મીટરનુ ક્ષેત્રફળ બાંધકામ-પુન:નિર્માણ માટે પ્રતિબંધિત છે. જયારે, 200 મીટરની ત્રિજયામાં બાંધકામ કરવા માટે પૂર્વ પરવાનગી પુરાતત્વ વિભાગ પાસેથી લેવી ફરજિયાત છે.આ નિયમનો ભંગ કરવા બદલ મહત્તમ 2 વર્ષની સજા અથવા 1 લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે. પાલિકાની સભામાં ભાજપના જ કાઉન્સિલરોએ તાંબેકરની હવેલીની આજુબાજુ બાંધકામ ,તોડફોડ પરવાનગી વગર થતું હોવાની ફરિયાદો કરી હતી અને તેના માટે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ રજૂઆતોના પગલે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના વડોદરા સબ સર્કલ કચેરીના વરિષ્ઠ સંરક્ષણ સહાયક તરફથી એક ડઝનથી વધુ નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે. જેમાં, બાંધકામ માટે એનઓસી લેવા માટે અરજી કરવાની તાકિદ કરવામાં આવી છે અને જો બાંધકામ પરવાનગી વગર 200 મીટરની અંદર કરવામાં આવશે તો કાયદાકિય કાર્યવાહી માટે તૈયાર રહે તેવી ચેતવણી પણ ખાસ આપવામાં આવી છે.

ઐતિહાસિક તાંબેકરના વાડાની ફાઇલ તસવીર.

X
Vadodara - latest vadodara news 035639
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App