1750 વિદ્યાર્થીઓ RTE અંતર્ગત એડમિશનથી વંચિત રહ્યા

Vadodara - 1750 વિદ્યાર્થીઓ RTE અંતર્ગત એડમિશનથી વંચિત રહ્યા

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:56 AM IST
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

રાજ્યસરકાર દ્વારા વર્ષ 2009થી ધોરણ 1 માં આવનાર વિદ્યાર્થીઓને આર.ટી.ઈ અંતર્ગત એડમિશન ફાળવવામાં આવે છે. ચાલુ વર્ષે ઘણીબધી પળોજણ બાદ વડોદરા શહેરમાંથી 8293 અરજીઓને માન્ય રાખવામાં આવી હતી. જેમાંથી 6445 વિદ્યાર્થીઓને એડમિશન ફાળવવામાં આવ્યા હતા. જ્યારે 1750 વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહયા છે.

આર.ટી.ઈ અંતર્ગત વડોદરા શહેરની 159 ખાનગી અને કોર્પોરેશનની 309 સ્કૂલોમાં કુલ 8293 અરજીઓને માન્ય રખાઇ હતી. જેમાંથી શાળાઓમાં જગ્યા પ્રમાણે કુલ 6445 વિદ્યાર્થીઓને એડમિશન ફાળવાયા હતા. ં લઘુમતી શાળાઓ દ્વારા એડમિશન મુદ્દે થયેલી વિષમતા બાદ એકાદ મહિના સુધી એડમિશનની પ્રક્રિયા ખોરવાઈ હતી. જ્યારબાદ બીજા રાઉન્ડમાં બાકીની 2000 અરજીમાંથી 400થી વધુ વિદ્યાર્થીઓને એડમિશન અપાયા હતા. જે બાદ પણ 1750 વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે.

X
Vadodara - 1750 વિદ્યાર્થીઓ RTE અંતર્ગત એડમિશનથી વંચિત રહ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી