મુકતાનંદથી સંગમ સુધીના રોડનું બ્યુટિફિકેશન કરાશે

રૂા. 4.50 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાશે પાલિકાએ481.73 કરોડનાં કામોની યાદી તૈયાર કરી

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:56 AM
Vadodara - મુકતાનંદથી સંગમ સુધીના રોડનું બ્યુટિફિકેશન કરાશે
શહેરમાં આંતરમાળખાકિય સુવિધાના કામો માટે સરકારે ફાળવેલી રૂા.324.37 કરોડની ગ્રાન્ટ સામે પાલિકાએ રૂા.481.73 કરોડના કામોની યાદી તૈયાર કરી છે અને તેમાં મુકતાનંદ ત્રણ રસ્તાથી સંગમ ચાર રસ્તા સુધીના રોડ પર બ્યુુટીફીકેશન કરવા,11 રોડ બનાવવા,ડ્રેનેજ લાઇન નાંખવી,કમ્યુનિટી હોલ બનાવવા સહિતના 211 કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજય સરકાર દ્વારા પાલિકાને ર્સ્વણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ 2017-18ની ગ્રાન્ટ પરત્વે રૂા.145.09 કરોડની ફાળવણી સામે રૂા.255.53 કરોડના કામોનું આયોજન કરવાામાં આવ્યું છે. તેવી જ રીતે, શહેરી સડક યોજના હેઠળ રૂા.29 કરોડની ગ્રાન્ટની ફાળવણી સામે રૂા.35.15 કરોડના કામોનો સમાવેશ કરાયા છે.આ સિવાય, વર્ષ 2018-19 માટે રૂા.179.28 કરોડની ગ્રાન્ટની સામે રૂા.226.23 કરોડના કામો કરવામં આવનાર છે અને સડક યોજનામાં રૂા.36.33 કરોડના કામો કરવામાં આવનાર છે.વર્ષ 2017-18માં 166 કામો અને રોડના 15 કામોનો સમાવેશ કરાયા છે. જેાં, વિડીયો વોલ તૈયાર કરી દેવામાં આવી છે.

ઢોર પકડવા માટે વાહન ખરીદાશે

ટ્રાફિક નિયમન માટે ઢોર પકડવા માટે વાહનની ખરીદી Rs.70 લાખ

રોડ પર સેન્ટ્રલ લાઇટીંગની કામગીરી Rs.500 લાખ

અદ્યતન ટ્રાન્સફર સ્ટેશન બનાવવુ Rs.3500 લાખ

ફતેગંજ બ્રિજથી અમિતનગર બ્રિજ સુધીનો રોડ Rs.325 લાખ

તરસાલી ગામ તળાવથી હાઇવે સુધી રોડ Rs.325 લાખ

ટીપી 13માં પાણીના નેટવર્ક Rs.100 લાખ

ખોડિયારનગર ખાતે કોમ્યુનિટી હોલ Rs.370 લાખ

X
Vadodara - મુકતાનંદથી સંગમ સુધીના રોડનું બ્યુટિફિકેશન કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App