31મીએ નિવૃત્ત કર્મીઓનાં 300 રજાઓનાં પગાર બિલ મોકલાશે

150 રજાનો જ પગાર આપવા સામે શિક્ષક સંઘે બાંયો ચઢાવી સરકારનો નિર્ણય કોઇપણ સંજોગોમાં માન્ય નહીં : શિક્ષક સંઘ

DivyaBhaskar News Network | Updated - Nov 11, 2018, 03:56 AM
Vadodara - latest vadodara news 035634
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

શિક્ષકોને નિવૃત્તિ સમયે 30 વર્ષની નોકરી દરમિયાન 300 જેટલી કોમ્યુટેડ લીવ મળતી હોય છે જે રજાઓનું રોકડમાં નિવૃત્તિ બાદ રૂપાંતરિત કરવામાં આવતું હોય છે. ઓડિટ જનરલ દ્વારા તાજેતરમાં જ શિક્ષણ વિભાગ પાસે આ અંગે માહિતી માંગી હતી જેના પગલે શિક્ષણ વિભાગે 300ની જગ્યાએ 150 રજાઓ કરી નાખી છે. જેના વિરોધમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળે નિવૃત્ત થયેલ કર્મચારીઓને સરકારમાં 300 રજાઓનાં જ બિલ મોકલી આપવાની તાકીદ કરીને લડતનાં એંધાણ આપ્યાં છે.

સરકાર દ્વારા 150 રજાઓનાં જ નાણાં આપવાની જાહેરાતના પગલે 31મી ઓકટોમ્બરના રોજ નિવૃત્ત થયેલા રાજ્યભરના 2000 જેટલા શિક્ષકોને અને શહેર જિલ્લાના 100થી વધુ શિક્ષકોને અર્થિક નુકસાન ભોગવાનો વારો આવ્યો છે. સમગ્ર જીવનભર નોકરી કરતા શિક્ષકોને કોમ્યુટેડ લીવ એટલે કે રૂપાંતરિત રજાઓનો લાભ મળતો હોય છે. 30 થી 33 વર્ષની કારકિર્દીમાં 300 જેટલી આ પ્રકારની રજા જમા થતી હોય છે. જો કે શિક્ષણ વિભાગ દ્વારા 300ની જગ્યાએ 150 રજાઓનો જ પગાર મળશે તેવી જાહેરાત કરી હતી. જેના પગલે સમગ્ર નોકરી દરમિયાન રજાઓ બચાવનાર શિક્ષકોને 150 રજાઓનું નુકસાન તથા આર્થિક નુકસાન પણ થયું છે. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા 31મી ઓકટોબરના રોજ નિવૃત્ત થનાર તમામ શૈક્ષણિક કર્મચારીને 300 રજાઓનાં જ બિલો સરકારમાં મોકલી આપવાની સૂચના આપી છે. સંઘના પ્રાદેશિક મંત્રી ધમેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે એકાએક 300ના બદલે 150 રજા કરી દેવામાં આવે તે કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ.

X
Vadodara - latest vadodara news 035634
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App