Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Vadodara - પાર્કિંગ મામલે વધુ 11 બિલ્ડિંગને 49 હજારનો દંડ

પાર્કિંગ મામલે વધુ 11 બિલ્ડિંગને 49 હજારનો દંડ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:56 AM

શનિવારે વુડા સર્કલથી એરપોર્ટ સર્કલ સુધીના રોડ પરની 11 બિલ્ડીંગના પાર્કિગ ખુલ્લા કરાવીને રૂા.49375ની પેનલ્ટી કરાઇ...

  • Vadodara - પાર્કિંગ મામલે વધુ 11 બિલ્ડિંગને 49 હજારનો દંડ
    શનિવારે વુડા સર્કલથી એરપોર્ટ સર્કલ સુધીના રોડ પરની 11 બિલ્ડીંગના પાર્કિગ ખુલ્લા કરાવીને રૂા.49375ની પેનલ્ટી કરાઇ હતી.

    પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગની ટીમે શનિવારે અમિતનગર સર્કલથી વુડા સર્કલ તરફના રોડ પરની સાત અને અમિતનગર ચાર રસ્તાથી માણેકપાર્ક તરફના રોડની ચાર બિલ્ડીંગમાં 700 ચોરસ મીટર પાર્કિગ ખુલ્લુ કરાવ્યું હતું. જેમાં, હોટલ ડેશ કોન્ટીનેન્ટલ,દ્વશ્યા આઇ હોસ્પિટલ,ભારતીય સ્ટેટ બેન્ક,કોટક મહિન્દ્ર બેન્ક,ઓમ કેમિસ્ટ,અપના પંજાબ રેસ્ટોરેન્ટ,ચાઇનાગેટ,કિસ્મત કાઠિવાડી હોટલ,જય અંબે કુરિયર,લક્ષ્મી ઇલેક્ટ્રીકલ અને પરીખ હાર્ડવેરનો સમાવેશ થાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending