વેરા પેટે 10 દિવસમાં રૂા.10 કરોડની આવક

મિલકતો ટાંચમાં લેવાની ચીમકીની અસર ઓએસડી પટેલને બીજીવાર એકસટેન્શન અપાયું

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:56 AM
Vadodara - વેરા પેટે 10 દિવસમાં રૂા.10 કરોડની આવક
પાલિકાના બાકી વેરાની વસૂલાત માટે મિલકતોની હરાજી કરવા માટે લાલ આંખ કરતાં જ દસ દિવસમાં જ 10 કરોડ રૂપિયાની આવક પાલિકાની તિજોરીમાં થઇ છે. બીજી તરફ, પાલિકામાં ખાસ ફરજ પરના અધિકારી આર એમ પટેલની વધુ 11 મહિના માટે પુન: નિયુક્તિ કરવા માટે સ્થાયી સમિતિએ પુરવણી દરખાસ્ત થકી મંજૂરી આપી હતી.

પાલિકાના ચોપડે 150 કરોડના રહેઠાણ અને કોમર્શિયલ વેરા બાકી પડી રહ્યા હતા અને તેમાંથી 104 કરોડ રૂપિયા માત્ર રહેઠાણના વર્ષોજૂના વેરા હતા. પાલિકાએ વર્ષો બાદ રૂા.25 હજારથી વધુ રકમના વેરાના બાકીદારોની વોર્ડ મુજબ યાદી બનાવી હતી અને 6000 મિલકતધારકોની મિલકતો ટાંચમાં લઇને હરાજી કરવાની ચીમકી આપી હતી. આ પૂર્વે 14 હજારથી વધુ વોરંટની બજવણી કરી દેવામાં આવી હતી અને તેમાંથી 25 હજાર રૂપિયાથી વધુ રકમના બાકીદારોની યાદી અલગથી તારવી હતી.

દસ દિવસ પહેલાં આ યાદી તબક્કાવાર રીતે જારી કરવામાં આવી હતી અને તેના કારણે બાકીદારોએ ઘરની હરાજી થતી અટકાવવા માટે પાલિકાની વોર્ડ કચેરીમાં દોડધામ કરી મૂકી હતી. જેના પગલે, છેલ્લા દસ દિવસથી રોજની સરેરાશ 1 કરોડ રૂપિયાની આવક પાલિકાની તિજોરીમાં જમા થઇ રહી છે. પાલિકા આર્થિક રીતે દેવાળું ફૂંકી રહી છે ત્યારે દસ દિવસમાં 10 કરોડ રૂપિયાની આવક ઓક્સિજનનું કામ કરી રહી છે. જોકે,નૂર્મના આવાસોના વેરાની બાકી આવક 70 ટકા જેટલી છે ત્યારે તે વસૂલ કરવી પડકાર સમાન છે.

X
Vadodara - વેરા પેટે 10 દિવસમાં રૂા.10 કરોડની આવક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App