શિક્ષકે છાત્રાને બ્લેક બોર્ડ પાસે ઊભી રાખી અભદ્ર માગ કરી હતી

4 શખ્સોએ અપહરણ કરી માર માર્યો હોવાની વળતી ફરિયાદ ગુરુકુલ વિઘાલયના શિક્ષક સામે છેડતીનો ગુનો નોંધાયો

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:56 AM
Vadodara - શિક્ષકે છાત્રાને બ્લેક બોર્ડ પાસે ઊભી રાખી અભદ્ર માગ કરી હતી
હરણી વારસિયા રિંંગ રોડના ગુરુકુલ વિદ્યાલયના શિક્ષકનું અપહરણ કરી ચાર શખ્સોએ તેને બાપોદ વુડાના મકાનમાં માર મારી રૂા. 17 હજારની લૂંટ કર્યાના કેસમાં વિદ્યાર્થિનીએ પણ શિક્ષક સામે છેડતીની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વિદ્યાર્થિનીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તે 2014થી 2016માં વેમાલીના અંબે વિદ્યાલયમાં ધોરણ 8થી 10માં એમએસ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી, ત્યારે રોજ બપોરે 2થી 4 નિરજ સંજય પટેલ (રહે, દિપીકા સોસા.કારેલીબાગ) સ્કૂલમાં જ અંગ્રેજીનાં ટ્યૂશન ચલાવતો હતો. એક દિવસ તે ક્લાસમાં એકલી જ હતી, ત્યારે નિરજ તેની પાસે આવ્યો હતો અને તેને પકડીને તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. તેણે બંને ખભા બ્લેકબોર્ડ પાસે દબાવીને બીભત્સ માંગણી કરી શારીરિક સબંધોમાં કેમ આગળ વધતી નથી તેમ જણાવ્યું હતું. જો કે વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદની ધમકી આપતાં તે જતો રહ્યો હતો. વિદ્યાર્થિનીએ તેની બહેનપણીને આ ખરાબ વર્તનની વાત કરતાં તેણે હવેથી આપણે ક્લાસમાંથી વહેલા નિકળી જઇશું તેમ જણાવ્યું હતું. જો કે ત્યારબાદ વિદ્યાર્થિનીનો નંબર નિરજ પાસે હતો પણ આ ફોન વિદ્યાર્થિનીના મામા તુષાર પાસે રહેતો હતો, નિરજે આ મોબાઇલ વિદ્યાર્થિની પાસે હશે તેમ માની વોટ્સએપ પર સતત મેસેજ કર્યા હતા. જેથી મામા તુષાર અને મિત્રોએ નિરજને માર માર્યો હતો.

દાર્જિલિંગ ટૂરના ફોટા મોકલ્યા બાદ મેસેજ

વિદ્યાર્થિનીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ધોરણ 10માં હતી, ત્યારે સ્કૂલમાંથી દાર્જિલિંગની ટુરનું આયોજન થતાં તે ટુરમાં ગઇ હતી.જેના ફોટા મોકલ્યા બાદ નિરજે વિદ્યાર્થિનીને મેસેજ મોકલવાના શરૂ કર્યા હતા.

અપહરણ કેસમાં 4 શખ્સો રિમાન્ડ પર

શિક્ષકનું અપહરણ કરી લૂંટ કરવામાં સંડોવાયેલા ચાર શખ્સને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવતાં જ્યુ.મેજિ.એ આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

X
Vadodara - શિક્ષકે છાત્રાને બ્લેક બોર્ડ પાસે ઊભી રાખી અભદ્ર માગ કરી હતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App