તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara 160 મિનિટમાં 1500 મીટર સ્વિમિંગ, 40km સાઇક્લિંગ, 10km રનિંગ કરી સ્પર્ધા જીતી

160 મિનિટમાં 1500 મીટર સ્વિમિંગ, 40km સાઇક્લિંગ, 10km રનિંગ કરી સ્પર્ધા જીતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરોડાના સાયક્લિંગ ક્લબ દ્વારા ટ્રાયથ્લોન ચેલેન્જ 7મી ઓક્ટોબરના રોજ શહેરની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એમ.જી. વડોદરા મેરેથોનના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિક અને સુપર સ્પ્રિન્ટમાં બે અલગ અલગ અંતર શ્રેણીમાં 116 ટ્રાયથિલેટ્સે ભાગ લીધો હતો. 2015માં બરોડાની સાયક્લિંગ ક્લબ ઓફ બરોડા દ્વારા પ્રથમ વાર ઓલિમ્પિક ટ્રાયથ્લોનનું આયોજન કરવામા આવ્યું હતું. સાયક્લિંગ ક્લબ દ્વારા વાર્ષિક પરંપરા અંતર્ગત આ ચોથી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ટ્રાયથલોનમા સમગ્ર ગુજરાતના જેમકે જામનગર ભાવનગર સહિત 20 થી 25 એથ્લેટમાં હાજરી આપી હતી. ઓલિમ્પિક ટ્રાયથ્લોન અંતર્ગત ટ્રાયથિલેટ્સે 1500 મીટર સ્વિમ, 40 કિમી સાઇકલિંગ અને 10 કિમીની રન પૂર્ણ કરી, જ્યારે સુપર સ્પ્રિન્ટ અંતર્ગત ટ્રાઈથેલેટ્સએ 400 મીટર સ્વિમ, 10 કિમી સાઇકલિંગ અને 2.5 કિ.મી રન બનાવ્યા. વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન અને વડોદરા મેરેથોનની ટીમ સાથે મનિષ માણેક અને એમજી મોટરની ટીમે વિજેતાઓને ઇનામ વિતરણ કર્યું હતું.

રાજ્યભરના એથ્લેટિક્સોએ ટ્રાયથ્લોન ચેલેન્જમાં ભાગ લઇ સ્વિમિંગ, સાયક્લિંગ અને રનિંગ કર્યું
વિજેતાઓનાં નામ
ઓલિમ્પિક ટ્રાયથ્લોન

મેન્સ ઓપન ચેમ્પિયન ટ્રાયેથ્લિટ

ઈંગિત આનંદ | (ઉંમર: 34 વર્ષ) સમય - 2 કલાક:40 મિનિટ:33 સેકન્ડ (28 મિનિટ સ્વીમિંગ, 1 કલાક 14 મિનિટ સાઇકલિંગ, 52 મિનિટમાં રનિંગ)

ફર્સ્ટ રનર-અપ | નીરજ કુમાર (ઉંમર:31 વર્ષ) સમય - 2 કલાક : 55 મિનિટ: 44 સેકન્ડ

બીજું રનર-અપ | અજયરાજસિંહ ઝાલા (ઉંમર :17 વર્ષ) સમય - 2 કલાક: 59 મિનિટ: 30 સેકન્ડ

વિમેન્સ ઓપન ચેમ્પિયન ટ્રાયેથ્લિટ

પ્રિયા શાહ | (ઉંમર:41 વર્ષ) સમય - 3 કલાક:59 મિનિટ:17 સેકન્ડ

સુપર સ્પ્રિન્ટ ટ્રાયથ્લોન

મેન્સ ઓપન ચેમ્પિયન ટ્રાયથ્લિટ

વત્સલ અર્જુન ચૌધરી | (ઉંમર: 23 વર્ષ) સમય - 40 મિનિટ:39 સેકન્ડ

ફર્સ્ટ રનર-અપ | રૂત્વિજ ગોસાઈ (ઉંમર: 18 વર્ષ) સમય - 41 મિનિટ : 31 સેકન્ડ

બીજું રનર-અપ | ઝહીર ખાન (ઉંમર: 30 વર્ષ) સમય - 48 મિનિટ: 05 સેકન્ડ

સુપર સ્પ્રિન્ટ ટ્રાયથ્લોન

વિમેન્સ ઓપન ચેમ્પિયન ટ્રાયથિલેટ

વિજેતા | વૃષ્ટી ગૌરંગ પટેલ (ઉંમર: 11 વર્ષ) સમય - 58 મિનિટ : 47 સેકન્ડ

રનર-અપ | અથિયા ખાન (ઉંમર: 13 વર્ષ) સમય - 1 કલાક: 09 મિનિટ : 52 સેકન્ડ

બરોડાના સાયક્લિંગ ક્લબ દ્વારા ટ્રાયથ્લોન યોજાઇ
ઓલમ્પિક અને સુપર સ્પ્રિન્ટ ચેલેન્જ આયોજિત
અન્ય સમાચારો પણ છે...