એક જ આરસમાંથી જમણી સૂંઢવાળા શ્રીજીની પ્રતિમા

ભાસ્કર વિશેષ પાદરાના ઝંડાબજાર સ્થિત ગાયકવાડી શાસન દરમિયાનનું 160 વર્ષ જૂનું સિદ્ધિવિનાયક મંદિર

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:56 AM
Vadodara - એક જ આરસમાંથી જમણી સૂંઢવાળા શ્રીજીની પ્રતિમા
પાદરામાં 160 વર્ષ જુનું ગાયકવાડી શાસન દરમિયાનનું સિધ્ધિવિનાયક મંદિર આવેલું છે. આ મંદિરમાં આવેલી ગણપતિદાદાની મુર્તી સિધ્ધિવિનાયક સ્વરૂપમાં છે. પાદરા તાલુકાના એક દક્ષિણ બ્રાહ્મણ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે આરસના એક જ પથ્થરમાંથી જમણી સૂંઢવાળા,રિધ્ધી-સિધ્ધી અને ઉંદર કંડારવામાં આવ્યાં છે. એશિયામાં આ પ્રકારની મુર્તી એક જ હોવાનું મનાય છે. પાદરાનું સિધ્ધિવિનાયક મંદિર દાંડિયાબજાર અને વાડીના રંગમહાલ ખાતે આવેલા ગણપતિ મંદિરની યાદ અપાવે છે.

પાદરા બ્રાહ્મણ સમાજના મહામંત્રી જીગ્નેશ જોષીએ જણાવ્યું કે, પાદરાના ઝંડાબજાર ખાતે અચલેશ્વર મહાદેવની સામે સિધ્ધી વિનાયકનું મંદિર આવેલું છે. પાદરા તાલુકાના રાજુપુરા ગામના ઈનામદાર મલ્હારભાઉ નામના એક દક્ષિણી બ્રાહ્મણ દ્વારા આશરે 160 વર્ષ પહેલા સિધ્ધી વિનાયક મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મોટા શિખરબંધી મંદિરમાં એક જ આરસના ઉજળા પથ્થરમાંથી એકદંત,જમણી સૂંઢ અને પદ્માસનમાં સ્થિત ગણપતિ સાથે રિધ્ધી-સિધ્ધી અને મુશકને કંડારેલા છે. શાસ્ત્રો પ્રમાણે એશિયામાં આ પ્રકારની મુર્તી પ્રથમ હોવાનું મનાય છે. જ્યારે હાલ ગણપતિના મંદિરમાં પ્રવેશ કરવા માટેનું અત્યારે જે બારણું છે, તેની જગ્યાએ પહેલા માથાબ્હારી હતી.

દલા પાદરિયાએ પાદરા વસાવ્યું ત્યારે મંદિરના સ્થળે જ સ્તંભ રોપેલો હતો

દલા પાદરીયાએ પાદરાને વસાવ્યું હતું, ત્યારે દલા પાદરીયાએ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલી માળીની દુકાન પાસે ધ્વજ દંડ રોપ્યો હતો. જે ધ્વજ દંડ માળીની આ દુકાનમાં 1947 સુધી હતી. રાષ્ટ્રીય તહેવારોએ આ ધ્વજદંડ ઉપર ત્રિરંગી ધ્વજ ચઢાવીને સલામી પણ આપવામાં આવતી હતી.

મહારાષ્ટ્રથી શ્રદ્ધાળુઓ ચાલતા અાવે છે

પાદરાના સિધ્ધિવિનાયક હજરા હજુર અને તાત્કાલિક ફળ આપનારા મનાય છે. દર ચોથના દિવસે શાસ્ત્રોક્ત રીતે ગણપતિજીન અથર્વવશિષ્ટના પાઠ ઓછામાં ઓછા અગિયાર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રથી શ્રધ્ધાળુઓ ચાલતા ગણપતિદાદાના દર્શને આવે છે.

X
Vadodara - એક જ આરસમાંથી જમણી સૂંઢવાળા શ્રીજીની પ્રતિમા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App