તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara કેપેબિલિટી આઉટપુટ અને વિલિંગનેસ સફળતાની ચાવી

કેપેબિલિટી આઉટપુટ અને વિલિંગનેસ સફળતાની ચાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના યુવાલય ખાતે મોટિવેશનલ સ્પીકર નીરવ મજુમદારની ટૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ક ઝુકરર્બગના જીવન પરથી શીખવા જેવું ઘણું તે બાબતે ઉપસ્થિતોને જણાવતા નીરવ મઝુમદારે જણાવ્યું હતું કે આપણે હંમેશા રિચ બનવાનો આઈડિયા મનમાં લઈને ચાલવું જોઈએ, નહિ કે રીચ બનવાનો દેખાવો કરવો જોઈએ. વ્યક્તિએ કોઈ પણ ધંધોની શરૂઆત કરતા પહેલા તેમાં આપણને નફો કેટલો થશે તે વિચારી લઈએ છીએ, જે ખરેખર ખોટું છે. અત્યારનો સમય ડિજિટલ માર્કેટિંગનો છે, જેમાં ધંધો ક્લિક પર હોય છે. તમે જે પણ ઓનલાઇન પ્રોડક્ટ મૂકો છો, તેને જો પ્રત્યેક વ્યક્તિ એક કલાકમાં એક ક્લિક આપે છે તો સમજી જવું જોઈએ કે ધંધામાં સફળ થયા છો. વ્યક્તિ ધંધામાં સફળ થવા માટે હંમેશા તેમાં કંઈકને કંઈક નવું શીખતા જ રહેવું પડતું હોય છે, તો જ વ્યક્તિ તમારા ધંધામાં સફળતાની સીડી સર કરી શકો છો. આ સાથે ધંધાની જૂની વસ્તુ અને પરંપરાને તોડીને આગળ વધવું જોઈએ. વ્યક્તિમાં હંમેશા કેપેબલ, આઉટપુટ અને વિલિંગનેસની ભાવના હોવી જોઈએ.

નીરવ મજુમદાર

શહેરના યુવાલય ખાતે મોટિવેશનલ સ્પીકર નીરવ મજુમદારની ટૉક યોજાઇ
તૈયાર થવાનો સમય કામમાં આપવો જોઇએ
માર્ક ઝુકરર્બગ હંમેશા એક જ કલરની ટીશર્ટ અને પેન્ટ પેહેરે છે, બાકીનો સમય તે ધંધામાં આપે છે. આપણે તેની પાસેથી આ ગુણ સ્વીકારવો જોઈએ. ખાસ કરીને આ બાબત છોકરીઓને વધુ પ્રમાણમાં લાગુ પડતી હોય છે. આપણે જેટલો સમય તૈયાર થવામાં લગાવીએ છીએ તે સમય ઘટાડીને આપણી પ્રગતિમાં લગાવવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...