• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Vadodara City
  • Vadodara - ગોત્રી ઝોનના યુવક મહોત્સવના એન્ટ્રી ફોર્મ 18 સપ્ટેમ્બર સુધી મોકલી આપવા

ગોત્રી ઝોનના યુવક મહોત્સવના એન્ટ્રી ફોર્મ 18 સપ્ટેમ્બર સુધી મોકલી આપવા

યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે દરવર્ષે યુવક મહોત્સવ યોજવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2018-2019...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:56 AM
Vadodara - ગોત્રી ઝોનના યુવક મહોત્સવના એન્ટ્રી ફોર્મ 18 સપ્ટેમ્બર સુધી મોકલી આપવા
યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે દરવર્ષે યુવક મહોત્સવ યોજવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2018-2019 માટે વડોદરા જિલ્લા યુવક મહોત્સવ ગોત્રી ઝોન માટે ઉત્કર્ષ વિદ્યાલય, ગોત્રી પસંદગી પામેલ છે. જેના કન્વીનર શાળાના ઇનચાર્જ આચાર્ય જૂગિષાબેન રાઠોડ છે. ગોત્રી ઝોનનો યુવક મહોત્સવ તા.20 સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ યોજાનાર છે. જેથી ગોત્રી ઝોનમાં સમાવિષ્ટ થતી શાળાઓને આપને મળેલ માહિતીને આધારે વિવિધ પ્રવૃત્તિઓના એન્ટ્રી ફઓર્મ નિયત પત્રકમાં તા.18 સપ્ટેમ્બરને સોમવાર સુધીમાં ઉત્કર્ષ વિદ્યાલય, ગોત્રી, વડોદરાને બપોરે 1.00 કલાક સુધીમાં મળી જાય તેવી વ્યવસ્થા કરવી. એમ એક યાદીમાં જણાવ્યું છે.

આજે દિવ્ય જીવન સંઘ દ્વારા મોબાઇલ સત્સંગ યોજાશે

દિવ્ય જીવન સંઘ દ્વારા તા.16 સપ્ટેમ્બરને રવિવારના રોજ સાંજે 6.00 કલાકે 15-બી, સિધ્ધાર્થ નગર, કમલા નહેરુ પાર્ક સોસાયટી, મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પાસે, નિઝામપુરા ખાતે મોબાઇલ સત્સંગ રાખવામાં આવેલ છે.

રાવપુરા, આરોગ્ય પ્રચારક મંડળના સભ્યો વરણી

આરોગ્ય પ્રચારક મંડળ, આરોગ્ય ભવન, સંસ્થા વસાહત, રાવપુરા ખાતે 75 વર્ષ જુની આરોગ્યની સેવા સંસ્થા આરોગ્ય પ્રાચરક મંડળ નવા વર્ષની વ્યવસ્થાપક મંડળની સામાન્ય સભામાં વરણી થયેલ છે. જેમાં પ્રમુખ ડો.હસમુખ એચ.પટેલ, કાર્યકારી પ્રમુખ દીપ જે પંડ્યા, ઉપપ્રમુખ ડો.પી.એસ.અગ્રવાલ, મંત્રી ગુણવંત એચ.શાહ, મંત્રી રાકેશ એચ.શાહ, આમંત્રિત ડો. રૂષભ ભાવસાર, ઇન્ટરનલ ઓડીટર દીપક અમીન સહિતને નિમણૂક કરવામાં આવેલ છે.

ગીતા જ્ઞાન શ્રૃંખલાની ચોથી કડી - અનાસક્ત વૃત્તિ કાર્યક્રમ

વારસિયા રિંગ રોડ ખાતે મેઘા ફ્રી બોડી ચેકઅપ કેમ્પ યોજાશે

સમસ્ત યુવા એક્તા સંગઠન પરિવાર દ્વારા તા.16 સપ્ટેમ્બરને રવિવારના રોજ બપોરે 12.00 થી 5.00 કલાકે કવિ દુલાકાગ પ્રાથમિક શાળા, ગુરુકુળ વિદ્યાલયની બાજુમાં, વારસિયા રીંગ રોડ ખાતે મેઘા ફ્રી બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વાર્ષિક સામાન્ય સભા યોજાશે શ્રી હાટકેશ્વર કો.ઓ.ક્રેડિટ સોસાયટી.લીમીટેડ વોડદરાની વાર્ષિક સામાન્ય સભા તા.16 સપ્ટેમ્બરને રવિવારના રોજ સવારે 10.00 કલાકે મંત્રીશ્રીના નિવાસ સ્થાને મળશે.

આજે વાઘોડિયા રોડ ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન

સંગીતમય સુંદરકાંડ પારાયણ દ્વારા તા.16 સપ્ટેમ્બરને રવિવારના રોજ રાત્રે 8.30 કલાકે વૈભવ લક્ષ્મીપાર્ક સોસાયટી, વાઘોડિયા રોડ ખાતે હાર્દિક જોષીના કંઠે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

બ્રહ્માકુમારીઝના અલકાપુરી, વડોદરા સેવા કેન્દ્ર પર ગીતા જ્ઞાન શ્રૃંખલાની ચોથી કડી - અનાસક્ત વૃત્તિ કાર્યક્રમ માં દિપ પ્રજ્વલિત કરતા બ્ર. કુ. ર્ડા. નિરંજનાબેન, કલ્પનાબેન તન્ના, વ્યાપારી તુલસીરામભાઈ, દિલીપભાઈ બ્ર.કુ.નરેન્દ્રભાઈ પટેલ તથા ર્ડા. અનિલ બઠિજા જણાય છે.

સયાજીબાગ ખાતે પૂજા-કથાનું આયોજન

ડિવાઇન લાઇફ યોગ સેવા ટ્રસ્ટ વડોદરા અને એસોસીએશન ઓફ ધ બ્લાઇડ વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગણેશ ચતુર્થી નિમિત્તે સયાજીબાગ ખાતે શિવ મંદિરમાં દિવ્યાંગ પરિવાર માટે પૂજા અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગર્ભ સંસ્કાર વિષય પર સેમિનારનું આયોજન

અખિલ વિશ્વ ગયાત્રી પરિવાર, સુભાનપુરા વરેણ્યમ યુથ ગ્રુપ દ્વારા તા.16 સપ્ટેમ્બરને રવિવારના રોજ બપોરે 3.00 થી 6.00 કલાકે ગ્રાન્ડ ગાયત્રી હોલમાં નિ:શુલ્ક ગર્ભોત્સ્વ સંસ્કાર ઉપર સેમિનારનું આયોજન કરાયું છે. જેમાં ડો.નીરજભાઈ શાહ અને અજયભાઈ ગુપ્તા ઉત્તમ સંતન - સંસ્કારવાન બાળક માટે ગર્ભ- સંસ્કાર એક વિજ્ઞાન છે અને તેનું વિશેષ મહત્વ પર પ્રકાશ પાડવામાં આવશે.

ભગવદ્ ગીતા-થિયોસોફી વિષય પર પ્રવચન

રેવાલોજ થિયોસોફિકલ સોસાયટી, નાગરવાડામાં તા.16 સપ્ટેમ્બરને રવિવારના રોજ સવારે 9.30 કલાકે કનુપ્રસાદ પાઠકનું ભગવદ્ ગીતા અને થિયોસોફી વિષય પર પ્રવચનનું આયોજન કરાવામાં આવ્યું છે.

તાંદલજામાં વૃક્ષોરોપણનો કાર્યક્રમ યોજાયો

તાંદલજા, સાકેરા પાર્ક પાસે એક ઘર એક વૃક્ષના ઉદેશ સાથે ટીમ ગબ્બર વડોદરા અને રેડિયો મીર્ચી સાથે મળીને 6 હજાર વૃક્ષો ‌ઉગાડવાના હેતુથી વડોદરા શહેરમાં આયોજનના સંદર્ભમાં વૃક્ષોરોપણનો કાર્યક્રમ આયોજન કરાયું હતું.

સારા પર્યાવરણ માટે ઈંધણની બચત વિષય પર ચિત્ર સ્પર્ધા

સિનિયર સિટિઝન્સ એસો.દ્વારા જન્મોત્સવનું આયોજન

સિનિયર સિટિઝન્સ એસો. કારેલીબાગ ના ઉપક્રમે તા.16 સપ્ટેમ્બરને રવિવારના રોજ સાંજે 5.30 કલાકે 22, ભવાની સોસાયટી, કારેલીબાગ ખાતે જુલાઇ, ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસનો જન્મોત્સવ તથા કશ્યપભાઇ દ્વારા આધારકાર્ડ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. તેમજ જુન માસમાં રમાયેલ રમતોના વિજેતાઓને ઇનામ વિતરણ કરાશે.

એક્સેસિબલ મંડળના સભ્યો દ્વારા રાજ્યપાલની મુલાકાત

દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા એક્સેસિબલ વડોદરાના પ્રતિનિધિ મંડળના સભ્યો દ્વારા રાજ્યના રાજ્યપાલ ઓ.પી.કોહલીની રાજ્યભવન ખાતે મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ રાજ્યપાલને રાજ્યની તમામ યુનિવર્સિટીમાં દિવ્યાંગ ફ્રેન્ડલી પ્રવેશ દ્વારા અને રેમ્પ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી.

આજે આર્ય સમાજ દ્વારા યજ્ઞ-ભજન અને સત્સંગનું આયોજન

આર્ય સમાજ દ્વારા તા.16 સપ્ટેમ્બરને રવિવારના રોજ 22, વિશ્રામ બાગ સોસાયટી, હજીરા સામે, પ્રતાપનગર ખાતે સવારે 8.30 કલાકે તેમજ વેદ મંદિર, આર્ય સમાજ 20, સિંધુ પાર્ક, સંત કવર નગર, વારસિયા ખાતે હવન, સવારે 9.00 કલાકે તથા નૈતિક શિક્ષા - ફતેસિંહ આર્ય અનાથાશ્રમ, સરદાર છાત્રાલય સામે, કારેલીબાગ સાંજે 5.30 કલાકે, વક્તા તરીકે અનીતા મીણા અને અંજન શાસ્ત્રી તદ્ ઉપરાંત આર્ય સમાજ 22, વિશ્રામ બાગ સોસાયટી, પ્રતાપનગર ખાતે સવારે 10.30 થી 11.30 કલાકે ફ્રી હોમીયોપથી ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

નૂતન વિદ્યાલય, સુભાનપુરા, વડોદરા દ્વારા ‘સારા પર્યાવરણ માટે ઈંધણની બચત’ વિષય પર ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન ધોરણ. 8 થી12ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓના સહયોગથી જન-જાગૃતિ કાર્યક્રમ

શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય ખાતે મહેંદી સ્પર્ધાના વિજેતા જાહેર

શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં યાદવ વિકાસ સંઘ સંચાલિત ગણેશ ઉત્સવ નિમિત્તે તા.15 સપ્ટેમ્બરના રોજ શાળામાં વિદ્યાર્થીઓની મહંેદી સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં વિજેતા તરીકે વર્મા નંદીની વિજયબહાદુર પ્રથમ ક્રમે, શેખ આફરીન ઇમ્તિયાજ બીજા ક્રમે અને સરોજ જ્યોતિ કમલજીત ત્રીજા ક્રમાકે વિજેતા ઘોષિત કરાયા હતા.

વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામ વિતરણ સમારંભ યોજાયો

શાળાઓમં કારર્કિદી આયોજન સપ્તાહની પૂર્ણાહૂતિ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો.

તમાકુ નિષેધ કાર્યક્રના ભાગરૂપે ફેઇથ ફાઉન્ડેશન દ્વારા વડોદારા શહેરની 10 શાળાઓમાં, એસ.પી યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલવર્કના વિદ્યાર્થીઓના સહયોગથી જન-જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbpressnote.vadodara@gmail.com

અથવા નીચેના સરનામે મોકલી અાપોે િદવ્ય ભાસ્કર | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત

ડી.પી.ઓ. એમ.એન.પટેલ અને આઈ.ઈ.ડી અરુણાબેન માર્ગદર્શન કામ કરતા દિવ્યાંગ બાળકોના અભ્યાસ અને પ્રવૃતિમાં પાદરા તાલુકામાં મનીષભાઈ જાનીને અને વૈશાલી બેન ચૌહાણ ઇન્વર વીલ ઓફ વડોદરા તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.

વધતા છુટાછેડા અંગે પુસ્તકનું વિમોચન

સમાજમાં પરિવારોમાં બનતી નાની ઘટનાઓ અને યુવાઓમાં ઝડપથી વધી રહેલા છુટા છેડાના પ્રમાણને ધ્યાનમાં લઈને લખાયેલ પુસ્તક કેન્ડી-આ ટેનગી રિલેશનશીપનું વિમોચન કરાયું હતું.

MES હાઇસ્કૂલમાં નાટક યોજાયું

એમ.ઇ.એસ હાઇસ્કૂલમાં હિન્દી દિવસ નિમિત્તે દોહા, વાર્તા, કાવ્ય અને નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગી લીધો હતો.

Vadodara - ગોત્રી ઝોનના યુવક મહોત્સવના એન્ટ્રી ફોર્મ 18 સપ્ટેમ્બર સુધી મોકલી આપવા
Vadodara - ગોત્રી ઝોનના યુવક મહોત્સવના એન્ટ્રી ફોર્મ 18 સપ્ટેમ્બર સુધી મોકલી આપવા
Vadodara - ગોત્રી ઝોનના યુવક મહોત્સવના એન્ટ્રી ફોર્મ 18 સપ્ટેમ્બર સુધી મોકલી આપવા
Vadodara - ગોત્રી ઝોનના યુવક મહોત્સવના એન્ટ્રી ફોર્મ 18 સપ્ટેમ્બર સુધી મોકલી આપવા
Vadodara - ગોત્રી ઝોનના યુવક મહોત્સવના એન્ટ્રી ફોર્મ 18 સપ્ટેમ્બર સુધી મોકલી આપવા
Vadodara - ગોત્રી ઝોનના યુવક મહોત્સવના એન્ટ્રી ફોર્મ 18 સપ્ટેમ્બર સુધી મોકલી આપવા
Vadodara - ગોત્રી ઝોનના યુવક મહોત્સવના એન્ટ્રી ફોર્મ 18 સપ્ટેમ્બર સુધી મોકલી આપવા
Vadodara - ગોત્રી ઝોનના યુવક મહોત્સવના એન્ટ્રી ફોર્મ 18 સપ્ટેમ્બર સુધી મોકલી આપવા
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App