ગણેશચતુર્થીમાં ભક્તો મોટી સંખ્યામાં માટીના જ શ્રીજીની સ્થાપના કરે તે માટે સરકાર દ્વારા માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવે છે. 2018નો માટી મૂર્તિ મેળો પારસી અગિયારી મેદાન ખાતે 8 થી 13 સપ્ટેમ્બર સુધી યોજાયો હતો. આ મેળામાં માટીની મુર્તીના વેચાણ માટે 60 સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં હતાં. 6 દિવસ દરમિયાન કુલ રૂ.31,66,706 ની માટીની મુર્તીઓનું વેચાણ થયું હતું,જ્યારે વર્ષ 2017માં શહેરમાં યોજાયેલા માટીના મેળામાં કુલ 90 સ્ટોલ હતા. આ મેળો સાત દિવસ ચાલ્યો હતો, જેમાં 32 લાખની મુર્તીઓનું વેચાણ થયું હોવાનું હોવાનું ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનના સંચાલક જનક ભટ્ટે જણાવ્યું હતું.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો