પર્યુષણના બીજા દિવસે 93 વર્ષનાં સમૃદ્ધિમતિ માતાજીએ સંથારો લીધો

ગુરુ આર્યીકાએ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવા મંજૂરી આપી માતાજીનાં દર્શન કરવા દિગંબર જૈન સમાજના...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:56 AM
Vadodara - પર્યુષણના બીજા દિવસે 93 વર્ષનાં સમૃદ્ધિમતિ માતાજીએ સંથારો લીધો
દિગંબર જૈન સાધ્વી મહારાજ સાહેબે શનિવારના રોજ સમા સાવલી રોડ પર આવેલ સન્મતિ પાર્ક ખાતે સંથારો લીધો હતો.

ધાર્મિક રિપોર્ટર | વડોદરા

દિગમ્બર સમાજનો 14 સપ્ટેમ્બરના રોજ દશલક્ષણ પર્યુષણ મહાપર્વ શરૂ થયો છે. પર્યુષણના બીજા દિવસે 93 વર્ષના આર્યીકા સમૃધ્ધિમતિ માતાજીને યમ સંલ્લેખના (સંથારો) લેવાની ભાવના થતાં તેમનાં દીક્ષા ગુરૂ આર્યીકા શુભમતિ માતાજીએ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવાની પરવાનગી આપી હતી. જેથી સમૃદ્ધિમતિ માતાજીએ આજીવન અન્ન જળનો ત્યાગ કર્યો છે. દિગંબર સમાજના મતે વડોદરામાં પહેલી વખત પર્યુષણના સમય દરમિયાન કોઈ માતાજીએ યમ સંલ્લેખના લીધી છે.

દિગમ્બર જૈન સમાજનાં મમતાબેન શાહના જણાવ્યા અનુસાર, સમા-સાવલી રોડ પર આવેલ સન્મતી પાર્ક ખાતે પર્યુષણના મહાપર્વ નિમિત્તે આચાર્ય સન્મતીસાગરજી મહારાજની શિષ્યા ગણીની આર્યીકા શુભમતિ માતાજીની નિશ્રામાં 10 દિવસની શિબિર ચાલી રહી છે. આ શિબિરમાં 93 વર્ષનાં સમૃદ્ધિમતિ માતાજી પણ સંઘ સાથે બિરાજમાન છે. સમૃદ્ધિમતિ માતાજીએ દોઢ મહિના પહેલાં જ નાની દીક્ષા (ક્ષુલ્લિકા)લીધી હતી. જ્યારે 15 સપ્ટેમ્બરના રોજ સવારે મોટી દીક્ષા (આર્યીકા) લીધા બાદ તેમણે તુરંત જ યમ સંલ્લેખના લેવા નિશ્ચય કરી લીધો હતો. હવે સમૃદ્ધિમતિ માતાજીએ આજીવન અન્ન જળનો ત્યાગ કર્યો છે. માતાજીને કોઈ પણ પ્રકારની બીમારી નથી, જ્યારે તેમનું સ્વાસ્થ્ય હાલ સ્થિર છે. માતાજીનાં દર્શન કરવા દિગંબર જૈન સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સન્મતી પાર્ક ખાતે આવી રહ્યાં છે.

X
Vadodara - પર્યુષણના બીજા દિવસે 93 વર્ષનાં સમૃદ્ધિમતિ માતાજીએ સંથારો લીધો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App