ડભોઈના શિરોલા નજીક અકસ્માતમાં ત્રણના મોત

વડોદરાના વેપારીના પુત્રની હાલત ગંભીર: ઘટનાસ્થળે છેલ્લાં 10 વર્ષમાં 50 ં મોત : ચુડેલના વાસની માન્યતા

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:56 AM
Vadodara - ડભોઈના શિરોલા નજીક અકસ્માતમાં ત્રણના મોત
સિટી રિપોર્ટર | ડભોઇ/વડોદરા

ડભોઇ શિનોર હાઇવે પર આવેલા શિરોલા ગામ નજીક શનિવારે બપોરે એક પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિકઅપ વાનના કેબિનમાં બેસેલા ત્રણ મજૂરોનાંં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. શહેરના તાંદલજામાં તાહિફનગરમાં રહેતા પ્યારસાબ પ્રતાપસિંહ સિંધા ખંડેરાવ માર્કેટમાં કેળાંનો જથ્થાબંધ વેપાર કરે છે. વડોદરાની આસપાસનાં ગામોમાંથી કેળાં લાવવા તેઓ શનિવારે સવારે 10 વાગ્યાની આસપાસ પ્યારાસાબ સિંધાનો પુત્ર આદિલ સિંધા, પિકઅપ વાનના ડ્રાઇવર મકસૂદલી મહેરબાખાં રાઠોડ અને વડોદરામાં જ રહેતા ત્રણ મજૂરો શિનોર તાલુકાના ઝાંઝડ ગામે જવા નીકળ્યા હતા.

બપોરે 1 વાગ્યાની આસપાસ ડભોઈના શીરોલા ગામના બસસ્ટેન્ડથી સેગવા તરફ જવાના રસ્તા પર પિકઅપ વાન અને સામેની તરફથી પુરપાટ આવતી ટ્રક ધડાકાભેર અથડાયાં હતાં. અકસ્માતને પગલે પિકઅપ વાનના કેબિનમાં બેસેલા ત્રણ મજૂરો મુકેશભાઈ તડવી (ઉં.વ.45), દિનેશભાઇ (ઉં.વ.42) અને રાજુભાઈ (ઉં.વ.35) નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પિકઅપ વાનના ડ્રાઇવર મકસૂદલી રાઠોડ તેમજ વેપારીના પુત્ર આદિલને ગંભીર ઈજાઓ પહોંચતાં શિનોર ચોકડી પાસેના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ડભોઇ શિનોર હાઇવે પર છેલ્લાં 10 વર્ષમાં 50 જેટલાં મોત થયાં છે અને વિવિધ રીતે થયેલા અકસ્માતોમાં 200થી પણ વધારે લોકોને ઈજાઓ પહોંચી છે. આ ઉપરાંત શિરોલા ગામ પાસેથી પસાર થતા રસ્તા પર ચૂડેલનો વાસ હોવાને કારણે સ્થાનિક લોકો રસ્તાની આસપાસના ઝાડ પર સાડીઓ બાંધવાની માન્યતા ધરાવે છે. પોલીસે તપાસ હાથ ધરી છે..

X
Vadodara - ડભોઈના શિરોલા નજીક અકસ્માતમાં ત્રણના મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App