તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara હવે જો જાહેરમાં કચરો નાખ્યો, બાળ્યો તો દંડ આપવો જ પડશે

હવે જો જાહેરમાં કચરો નાખ્યો, બાળ્યો તો દંડ આપવો જ પડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનની માર્ગદર્શિકા મુજબ પાલિકા માટે જાહેર આરોગ્યના પેટા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે અને 2019 સુધીમાં સ્વચ્છ ગુજરાત-સ્વચ્છ વડોદરા મિશન હેઠળ જાહેરમાં કચરો નાંખવો, બાળવો સહિત કોઇપણ જાતના પ્રદુુષણ ફેલાવવા બદલ દંડ નક્કી કરવામાં આવ્યો છે.

પબ્લીક હેલ્થ બાયલોઝમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ,લિકવીડ વેસ્ટ મેનેજમેન્ટ, એર એન્ડ નોઇઝ પોલ્યુુશન, ફુડ એડલ્ટરેશન, જાહેર શૌચાલયો, ખુલ્લામાં હાજત, સફાઇ, પાણી અને વિષાણુજન્ય રોગચાળો પણ આવરી લેવાયો છે. આ સિવાય, પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોનિક પ્રોડકટસના ઉત્પાદકોને તેમના ઉત્પાદકોના વેસ્ટના સલામતના નિકાલ માટે જવાબદાર બનાવ્યા છે. ખાસ કરીને, પહેલી વખત ન્યૂસન્સ ડીટેકશન સ્કવોડની રચના કરી તેની કાર્યપધ્ધતિ નક્કી કરી બાયલોઝના અમલ માટે વ્યક્તિ કે સંંસ્થા પાસેથી જરૂરી ચાર્જ સ્થળ પર જ એકત્રિત કરવો અને જો ચાર્જ ન ભરે તો શું કરવુ તેનો ઉલ્લેખ પણ કરાયો છે. વહીવટી ચાર્જ અને સમાધાનકારી ફી બાયલોઝના ભંગ બદલ લોકો અને સંસ્થા પાસેથી લેવા માટે પણ ખાસ નોંધ મૂકવામાં આવી છે.

બાયલોઝમાં સમાવાયેલી મહત્ત્વની બાબતો
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ

કચરો ભેગો કરવો, છુટો કરવો, ટ્રીટ કરવો, નિકાલ કરવો

સૂકો અને ભીનો કચરો છુટો પાડવો ફરજિયાત

જુદા જુદા રંગની ડસ્ટબીન મુજબ કચરો અલગ રાખવો

લેન્ડફીલ સાઇટમાં કચરો જાય તે પહેલા ટ્રીટ કરવો ફરજિયાત.

વાંધા સૂચનો માટે એક મહિનાની મુદત
પબ્લીક હેલ્થ બાયલોઝના અમલીકરણ માટે સ્થાયી સમિતિ મારફતે સમગ્ર સભામાં દરખાસ્ત રજૂ થશે. આ દરખાસ્ત મામલે એક મહિનાની અંદર જાહેર સૂચના પ્રસિધ્ધ કરાશે. જાહેર જનતા દ્વારા રજૂ કરવામાં આવનાર વાંધા સૂચનો મંગાવવા ડ્રાફટ પુન: સ્થાયી સમિતિમાં રજૂ કરી સભાની મંજુરી મેળવાશે.

િલક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ

પ્રવાહી કચરાના નિકાલ માટે જાહેર ગટર વ્યવસ્થા સાથે જોડાણ હોવુ જરૂરી

જયાં ગટર વ્યવસ્થા નથી ત્યાં સેપ્ટીક ટેન્ક ફરજિયાત

પ્રવાહી કચરાના નિકાલ, મેનહોલ - સેપ્ટીક ટેન્કની સફાઇ મેન્યુઅલી નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...