તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara એરપોર્ટ પર પાર્કિંગના ચાર્જ ઘટાડવા માટે કવાયત

એરપોર્ટ પર પાર્કિંગના ચાર્જ ઘટાડવા માટે કવાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

એરપોર્ટ ખાતે કાર અને ટુ વ્હીલર પાર્કિંગના ચાર્જ ઘટાડવા અને સમય મુજબ પાર્કિંગ ચાર્જ વસૂલવા માટે દેશની એરપોર્ટ ઓથોરિટી દ્વારા કવાયત કરવામાં આવી છે. ટૂંક સમયમાં દેશનાં તમામ એરપોર્ટ દ્વારા તેમની સવલત મુજબ અને નિયમોને આધીન હયાત પાર્કિંગ ચાર્જમાં ફેરફાર કરવામાં આવશે. વડોદરા એરપોર્ટ ખાતે કાર પાર્કિંગ માટે લેવાતો રૂ. 60 ચાર્જ ઘટાડીને 30 મિનિટ માટે કાર પાર્કિંગ ચાર્જ રૂ. 20 કરવામાં આવશે. ટૂંક સમયમાં કેન્દ્રના એવિએશન મંત્રાલય દ્વારા પોલિસી જાહેર કરવામાં આવતાં આ બદલાવ આવશે તેમ એરપોર્ટ સત્તાધીશોએ જણાવ્યું હતું.

વડોદરા એરપોર્ટ ચોવીસ કલાક કાર્યરત રાખવા માટે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તે ક્યારથી અમલી બનશે તે નક્કી થયું નથી. એરપોર્ટ ઉપર કોમર્સિયલ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા અને આવકના નવા આયામો ઉભા કરવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે. જે મુજબ એરપોર્ટ પરિસરને વિદેશની જેમ ફરવાલાયક સ્થળ તરીકે ડેવલપ કરવાનું આયોજન છે. આ કામમાં ભારતમાં સૌથી મોટો પ્રશ્ન પાર્કિંગ ચાર્જનો છે. વડોદરામાં એરપોર્ટ ખાતે આવતા વાહનને એન્ટ્રીથી માત્ર 7 મિનિટનો સમય ફ્રી આપવામાં આવે છે. મુસાફરોને ઉતારી પરત જતી વખતે એક મિનિટ પણ વધુ થાય તો રૂ. 60 ચૂકવવા પડે છે. આ સાથે એરપોર્ટ પર હોટલમાં આવતા લોકો રૂ. 60 ચાર્જ ચૂકવવા કચવાય છે. વડોદરા એરપોર્ટ પર 7 મિનિટનો ફ્રી પાર્કિંગ ટાઇમ બંધ કરાશે.

એરપોર્ટ વિઝિટર્સ એરિયામાં 25 દુકાનો શરૂ કરાશે પહેલા મજલે શોપિંગ સ્ટ્રીટ જેવું બનાવાશે
વડોદરા એરપોર્ટના વિઝિટર્સ એરિયામાં પહેલા મજલે અને નીચેના ભાગે અંદાજે 25 જેટલી દુકાનો ખોલવામાં આવશે. એરપોર્ટ ડાયરેકટર ચરણસિંહ મુજબ શોપિંગ સ્ટ્રીટ જેવું પહેલા મજલે બનાવાશે. શહેરની આગવી વસ્તુ વેચતી દુકાનોને શરૂ કરવા પ્રાધાન્ય અપાશે. અમે ભાડું ઓછું રાખીને પણ પ્રાત્સાહન આપીશું.

રૂા.300ના બિલ પર ફ્રી પાર્કિંગ માટે આયોજન
એરપોર્ટ ખાતે સુરક્ષિત અને લાઇટિંગ સાથે સેફ પાર્કિંગની સુવિધા આપવામાં આવે છે. પહેલા 30 મિનિટ માટે કારનો ચાર્જ રૂ. 20 અને ત્યાર બાદ એક કલાક અને તેનાથી વધુ સમય મુજબ પાર્કિંગ ચાર્જ વધશે. જો વ્યક્તિ હોટલમાંથી જમશે તો રૂા. 300ના બિલ પર ફ્રી પાર્કિંગ માટે પણ આયોજન થશે. ચરણસિંહ , એરપોર્ટ ડાયરેક્ટર, વડોદરા

અન્ય સમાચારો પણ છે...