નવરાત્રીમાં લાઉડ સ્પીકર વગાડવા મંજૂરી લેવી પડશે

10 ઓક્ટોબરથી શરૂ થનાર નવરાત્રીમાં ગરબા માટે લાઉડસ્પીકર વગાડવા જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં રૂબરૂ મુલાકાત...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:55 AM
Vadodara - નવરાત્રીમાં લાઉડ સ્પીકર વગાડવા મંજૂરી લેવી પડશે
10 ઓક્ટોબરથી શરૂ થનાર નવરાત્રીમાં ગરબા માટે લાઉડસ્પીકર વગાડવા જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં રૂબરૂ મુલાકાત કરીને અરજી આપીને મંજૂરી લીધા બાદ જ લાઉડ સ્પીકર વગાડી શકાશે.

નવરાત્રીમાં શેરીએ શેરીએ ગરબા થતા હોઇ લાઉડ સ્પીકરના અવાજને કારણે સ્થાનિકોને તકલીફ પડતી હોય છે.હોસ્પિટલની આસપાસ ગરબા થતા હોઇ દર્દીઓ માટે પણ મુશ્કેલી ઉભી થાય છે. આ ઉપરાંત ટ્રાફિકની પણ સમસ્યા સર્જાય છે. આ તમામ બાબતોનેે ધ્યાનમાં રાખીને ક્રાઇમ અને ટ્રાફિક પોલીસ કમિશનરે સંયુક્ત રીતે આ નિર્ણય લીધો છે.લાઉડ સ્પીકરની પરવાનગી મેળવવા માટે અરજીમાં આયોજકના નામ, સરનામા સહિતની વિગતોની માહિતી આપવાની રહેશે.

X
Vadodara - નવરાત્રીમાં લાઉડ સ્પીકર વગાડવા મંજૂરી લેવી પડશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App