તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara ચોરી 10 લાખ કરતાં વધુ મતાની પણ પોલીસે માત્ર 2.84 લાખ જ બતાવ્યા

ચોરી 10 લાખ કરતાં વધુ મતાની પણ પોલીસે માત્ર 2.84 લાખ જ બતાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના દંતેશ્વરના હરસિદ્ધિનગરમાં અને તરસાલી સુસેન રિંગરોડ પર નિત્યાનંદપાર્ક સોસાયટીના મકાનમાંથી તસ્કરોએ 3.74 લાખની મતાની ચોરી કરી હતી. હરિસિદ્ધિનગરમાં 10 લાખ રૂપિયા કરતાં વધુ મતાની ચોરી થઇ હોવા છતાં પોલીસે માત્ર 2.84 લાખની મતાની ચોરીની ફરિયાદ નોંધી હોવાનો આરોપ મકાન માલિકે લગાવ્યો હતો.

હરસિદ્ધિનગરમાં રહેતા સિનિયર સિટિઝન શિવરામ નંદરામ મરાઠેએ પોલીસને જણાવ્યું હતું કે તેમના સ્વજનનું અવસાન થયું હોવાથી ગત 5 તારીખે તેઓ નાસિક ગયા હતા. જોકે પાડોશી મારફતે ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થતાં તેઓ વડોદરા દોડી આવ્યા હતા. તસ્કરોએ દરવાજાનું તાળું અને નકૂચો તોડીને કબાટમાંથી સોના અને ચાંદીના દાગીના તથા 50 હજાર રોકડ મળી રૂપિયા 2.84 લાખની મતાની ચોરી કરી હતી.શિવરામ મરાઠાએ આરોપ લગાવ્યો હતો કે તેમના ઘરમાંથી 10 લાખ કરતાં વધુ મતાની ચોરી થઇ છે અને તેમની પાસે બધાં બિલ પણ છે છતાં પોલીસે માત્ર રૂપિયા 2.84 લાખની જ ચોરીની ફરિયાદ નોંધી છે. તેમણે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરશે તેમ પણ જણાવ્યું હતું.

આ ઉપરાંત તરસાલી સુસેન રિંગ રોડ પર નિત્યાનંદ પાર્ક સોસાયટીમાં લલિતચન્દ્ર છબીદાસ નાયક પરિવાર સાથે ઘરના મેઇન હોલમાં સૂતા હતા ત્યારે તસ્કરોએ બેડરૂમની બારીની ગ્રિલ તોડી બેડરૂમના દરવાજા અંદરથી બંધ કરીને તિજોરીમાંથી સોનાચાંદીના દાગીના તથા 30 હજાર રોકડા મળીને 90 હજારની મતાની ચોરી કરી હતી. મકાન માલિક વહેલી સવારે ઉઠ્યા ત્યારે બેડરૂમનો દરવાજો ખોલતાં અંદરથી બંધ જણાયો હતો, જેથી તેમને શંકા જતાં તેમણે બૂમાબૂમ કરી હતી. મકરપુરા પોલીસે બંને ઘટના અંગે ગુનો નોંધી તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...