literature event

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
literature event

સેવાતીર્થમાં કાવ્યોત્સવ યોજાશે

કલ્ચરલ રિપોર્ટર }વડોદરાના તરસાલી સ્થિત સેવાતીર્થ સંકુલમાં વડોદરાના કવિઓને સાંકળીને એક કાવ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાવ્યોત્સવનો પ્રારંભ 7મી જુને, રવિવારે સવારે 10.00 વાગે થશે.

કાવ્યોત્સવમાં વડોદરાના કવિ સુંદરમ ટેલર, મોહનભાઇ બારોટ, શ્વેતાબહેન જોશી, નીલા ત્રિવેદી, કવિ ડૉ.સતીન દેસાઇ જેવા કવિઓ પોતાની રચનાઓનો આસ્વાદ કરાવશે. ઉપરાંત કવિ સંમેલનમાં ભાગ લેવા ઇચ્છુક નવોદિત કવિઓ અને કવિયત્રીઓ પોતાની બે કૃતિઓ 51, આશુતોષ સોસાયટી, જ્યોતિપાર્ક પાસે, કારેલીબાગ ખાતે મોકલી શકશે. પ્રસંગે સ્પેશિયલી એબલ્ડ યૂથ માટેનો પરિચય મેળો યોજાશે. જેને ધ્યાનમાં રાખીને કવિઓને કૃતિ મોકલવાની રહેશે.