4 કલાકનું પર્ફોર્મન્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4 કલાકનું પર્ફોર્મન્સ

વુલ્ફપૅક, લોસ્ટ સ્ટોરીઝ અને બિયોન્ડ 120ની મ્યુઝિકલ ઇવેન્ટ 4થી5 કલાક જેટલી લેંથની ડિઝાઇન કરવામાં આવી છે. સિટીમાં તેમના ફર્સ્ટ ‌ઇવેન્ટમાં ભાગ લેવા માટે અમદાવાદ અને સુરતથી પણ યંગસ્ટર્સ જોડાનાર છે.

DJ night

સનબર્ન રિલોડમાં પહેલીવાર વુલ્ફપૅકનું પર્ફોર્મન્સ

} સનબર્ન રિલોડમાં વુલ્ફપૅકની સાથે દેશની જાણીતી ડીજે જોડી લોસ્ટ સ્ટોરીઝ અને શહેરનું બિયોન્ડ 120 પણ પર્ફોર્મન્સ આપશે.

વુલ્ફપેકને સેકન્ડ રેસિડેન્સ કહેવામાં આવે છે

વુલ્ફપૅકઇલેકટ્રોનિક ડાન્સ મ્યૂઝિકના હાઉસ મ્યુઝિક ઝોનરેને પ્લે કરે છે. તેમનું મ્યુઝિક યંગસ્ટર્સમાં ફેમસ છે. વર્લ્ડના બિગેસ્ટ ઇડીએમ ફેસ્ટિવલ ટુમોર લેન્ડમાં વુલ્ફપેકને સેકન્ડ રેસિડેન્સ કહેવામાં આવે છે. વડોદરાના ઇડીએમ ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા આયોજકો દ્વારા એસ્ટાબ્લિશ્ડ અને પોપ્યુલર એવા ઇન્ટરનેશનલ ડ્યુઓની પસંદગી કરવામાં આ‌વી છે.

પેજ થ્રી રિપોર્ટર }શહેરમાં 7 જુને સનબર્ન રિલોડમાં ફર્સ્ટ ટાઇમ ઇન્ટરનેશનલ ઇલેકટ્રોનિક મ્યુઝિક આર્ટિસ્ટસ વુલ્ફપૅકનું પર્ફોમન્સ યોજાશે. ઇલેકટ્રોનિક ડાન્સ મ્યૂઝિકના ફેસ્ટિવલમાં દેશના જાણીતા ડીજે ‘લોસ્ટ સ્ટોરીસ’ પણ પર્ફોમ કરશે. ફેસ્ટિવલ 7મી જુને સાંજે 6 વાગ્યા પછી સેવાસીના એરેના લૉન્સમાં યોજાશે.

પ્રકારના પ્રતિષ્ઠિત ડીજેની ઇડીએમ નાઇટ સિટીમાં પ્રથમ વખત યોજાવા જઇ રહી છે. ‘વુલ્ફપૅક’ વિશ્વના મોટાભાગના ઇડીએમ ફેસ્ટિવલ્સમાં પર્ફોમ કરી ચૂકયા છે. મૂળ બેલ્જીયમના સ્ટિવ અને રુબેને 2014માં ‘ડીજે મેગ ટોપ 100’માં ડેબ્યૂ કર્યું હતું. ડીજેસની ખાસ બાબત છે કે, તેમણે વિશ્વના બિગેસ્ટ ડાન્સ મ્યૂઝિક ફેસ્ટિવલ ‘ટુમોરોલેન્ડ’ના મેઇન સ્ટેજમાં પર્ફોમન્સ આપ્યું છે. ડીજે મેગ દ્વારા વર્લ્ડના ટોપ રેપ્યુટેડ ડીજેસને 1 ટુ 100 રેન્કિંગ આપવામાં આવે છે. રેન્કિંગમાં વુલ્ફપેક વર્લ્ડ વાઇડ 84માં રેન્ક પર છે. વુલ્ફપેક ઇન્ડિયામાં અત્યાર સુધી મુંબઇ અને બેંગ્લોરમાં પર્ફોમ કરી ચૂક્યા છે અને તેમની 2015 ઇન્ડિયા ટુરમાં કોલકાત્તા અને બેંગલોર બાદ સમગ્ર વેસ્ટર્ન ઇન્ડિયામાં તેઓ વડોદરામાં પ્લે કરશે. ‘વુલ્ફપૅક’ની સાથે પર્ફોમ કરનારા ઇન્ડિયન ડીજે ‘લોસ્ટસ્ટોરીસ’ દેશના ફાઇનેસ્ટ ઇડીએમ આર્ટિસ્ટ કહેવાય છે. તેમણે દેશમાં વિવિધ સ્થળોએ વિશ્વના ટોપમોસ્ટ ડીજેસ સાથે પર્ફોમ કર્યું છે.

ઇવેન્ટમાં લોસ્ટ સ્ટોરીસ સાથે ‘બિયોન્ડ 120’ પણ પર્ફોમ કરશે. બિયોન્ડ 120 બરોડાના ડીજે ઇન્દ્રા.જે અને અન્ય એક ડીજેનું ગ્રૂપ છે. આમ 3 જાણીતાં ડીજેઝનાં પર્ફોર્મન્સ યાદગાર બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...