• Gujarati News
  • National
  • નિઝામપુરા TP13 વિસ્તારમાં રાતે કેમિકલ દુર્ગંધની ફરિયાદ

નિઝામપુરા-TP13 વિસ્તારમાં રાતે કેમિકલ દુર્ગંધની ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ટી.પી.13 અને નિઝામપુરા વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રે 9 વાગ્યા બાદ કેમિકલ તીવ્ર દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યાં છે. કેમિકલની દુર્ગંધ હોવાથી શહેર પાસેની કોઇ ઇન્ડસ્ટ્રીમાંથી ગેસ છોડાતો હોવાનો સ્થાનિકોમાં ભય છે. મળેલી ફરિયાદોના આધારે જી.પી.સી.બી.ના અધિકારી દ્વારા પણ સ્થળ પર ટીમ મોકલવામાં આવી હતી.

છેલ્લા કેટલાક માસથી શહેરના વિવિધ વિસ્તારોમાં ગેસ અથવા તો ગેસ જેવા કેમિકલની ગંધ આવતી હોવાની ફરિયાદો ઉઠતી હતી. કેટલાક વિસ્તારોમાં ગેસ અને કેમિકલ ગળતર થતું હોવાની હકીકતો પણ અગાઉ બહાર આવી હતી. મંગળવારથી નિઝામપુરા, ટી.પી.13 સહિતના આસપાસના વિસ્તારોમાં કેમિકલની ગંધ આવતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. જીતેન્દ્ર ગોસાઇએ જણાવ્યું હતું કે, અમે જીપીસીબીને ફરિયાદ કરવા ત્રણ દિવસથી ફોન કરીએ છે પરંતુ, સંપર્ક નથી થઇ શક્યો. જીપીસીબીના અધિકારી નિરજ શાહે જણાવ્યું હતું કે, અમને બુધવારે ફરિયાદ મળી હતી તો અમે તરત ટીમ મોકલી હતી. ફરિયાદને ગંભીરતાથી લઇને આજે ગુરુવારે પણ અગમચેતીના ભાગરૂપે ટીમો બનાવીને વિસ્તારોમાં મોકલી આપી છે. જેના રિપોર્ટ આધારે ે આગળની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...