• Gujarati News
  • National
  • ખાડામાં ખાબકેલી કારમાં ફસાયેલા દંપતીનો બચાવ

ખાડામાં ખાબકેલી કારમાં ફસાયેલા દંપતીનો બચાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા નજીક આવેલા બીલ-સોખડા રોડ પર શુક્રવારે સવારે પસાર થઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટેઈરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની બાજુમાં પાણી ભરાયેલા ખાડામાં ખાબકી હતી. પાણીમાં ગરકાવ થઈ ચુકેલી કારમાં સવાર મહિલા અને પુરૂષને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા. જ્યારે કારને પણ થોડા સમય બાદ પાણીમાંથી કાઢી લીધી હતી.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, બીલ રોડ પર સવારે એક કાર રોડની સાઈડમાં પાણી ભરાયેલા ખાડામાં ખાબકી હતી. કાર પાણીમાં ધીરે ધીરે ગરકાવ થવા માંડતા તેમા બેઠેલ મહિલા-પુરૂષે બુમાબુમ મચાવતાં નજીકમાં ઉભેલા પાંચ થી છ લોકો તુરંત જ પાણીમાં ઉતરીને કારના દરવાજા ખોલવાની કોશીષ કરી હતી,જોકે કાર પણ ડૂબવા લાગી હતી,કાર સંપુર્ણ રીતે ડુબી જતા પહેલા જ કારના દરવાજા ખુલી જતા અંદર બેઠેલા બંને વ્યક્તિને બહાર કાઢી લેવાયા હતા. લોકોએ કારને પણ પાણીમાંથી બહાર કાઢી લીધી હતી. આ ઘટના બાદ બંને વ્યક્તિ ત્યાંથી જતા રહ્યાં હતાં. ઘટનાથી ટ્રાફિક જામ થયો હતો

શહેર નજીક બીલ ગામ પાસે વરસાદી પાણી ભરાયેલા ખાડામાં કાર ગરકાવ થઇ ગઇ હતી. જેમાં બેઠેલ દંપતીને સ્થાનિક લોકોએ તાકીદે મદદે પહોંચીને બચાવી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...