• Gujarati News
  • National
  • બીજા ત્રીજા વર્ષના પ્રવેશમાં મુશ્કેલીઓ બાબતે આવેદન

બીજા-ત્રીજા વર્ષના પ્રવેશમાં મુશ્કેલીઓ બાબતે આવેદન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેલ ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં એમ.એના બીજા વર્ષમાં એડમિશન માટે તથા બી.એ.ના બીજા અને ત્રીજા વર્ષમાં ઓનલાઇન એડમિશન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ બાબતે યુવા શક્તિ ગ્રૂપ દ્વારા સ્ટુડન્ટ ડીનને રજૂઆત કરવામાં આવી હતી.ડીને રજૂઆત સાંભ‌ળીને યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.

ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં નવા સત્ર દરમિયાન પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પતી ગયા બાદ એમ.એ પાર્ટ ટુ અને બી.એમાં આવેલ બીજા વર્ષ અને ત્રીજા વર્ષના સેમેન્સરમાં એડમિશન લેવા માટે ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં અાવી હતી.પરંતુ ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓને સમસ્યાનો સામના કરવો પડી રહ્યાે છે.ઓનલાઇન ફોર્મ નથી ખૂલતાં,ચાલાન નથી ડાઉનલોડ થતું,લોગ ઇન કર્યા બાદ એડમિશન ફોર્મ નથી ખૂલતાં જેવી સમસ્યાઓ સામે આવતાં યુવા શક્તિ ગ્રૂપ દ્વારા ફેકલ્ટી ઓફ આર્ટ્સના સ્ટુડન્ટ ડીનને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવા માટેની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...