• Gujarati News
  • National
  • 399 આંગણવાડીનાં 700 કર્મી 2 મહિનાના પગારથી વંચિત

399 આંગણવાડીનાં 700 કર્મી 2 મહિનાના પગારથી વંચિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની 399 આંગણવાડીનાં કાર્યકર તથા હેલ્પર બહેનો મળીને 700 જેટલી કાર્યકર તથા હેલ્પરો બહેનોને બે મહિનાથી પગાર ચૂકવાયો નથી. જેથી તેઓને ઘરખર્ચ ચલાવવો મુશ્કેલ બની ગયો છે. રાજ્ય સરકાર દ્વારા ડીબીટી યોજના દ્વારા પગાર ચૂકવવાનું નક્કી કરાયું છે. પરંતુ નવીન યોજનાને પગલે પગાર સમયસર નહીં મળતાં કર્મચારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

બાળકોને શિક્ષણ તેમજ પૌષ્ટિક આહાર મળે માટે સરકાર દ્વારા આંગણાવાડી બનાવી હતી. શહેરમાં 399 અાંગણવાડીમાં 700 જેટલી કાર્યકરો - હેલ્પર બહેનો ફરજ અદા કરી રહ્યાં છે. પરંતુ આ અાંગણવાડી કાર્યકરો તથા હેલ્પર બહેનોને છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવાયો નથી. છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા દરેક આંગણવાડી કર્મચારીઓને પગાર નિયમિત અને સમયસર ચૂકવાતો હતો.પરંતુ છેલ્લા બે મહિનાથી રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન સિસ્ટમ ડીબીટી( ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર) યોજના દ્વારા પગાર ચૂકવવાનું નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...