તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરેન્દ્ર રાવતને ફોન પર ધમકી મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતપ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી નરેન્દ્ર રાવતને શુક્રવારે સાંજે ફોન પર મારી નાંખવાની ધમકી મળતાં તેમણે વડોદરા,પોલીસ કમિશનરને પત્ર લખી તાત્કાલિક અસરથી પોલીસ રક્ષણ આપવાની માગણી કરી છે.

વડોદરા શહેરના પોલીસ કમિશનરને પત્ર લખી નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે બે અલગ-અલગ નંબર પરથી આવેલા ફોન દ્વારા મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોદી સરકાર વિરુદ્ધ દેખાવો બંધ કરી દેવાની ચીમકી અપાઇ હતી. ફોન કરનાર વ્યક્તિએ રવિવારે ઘરની બહાર નીકળી તેમની આગેવાની હેઠળ મોદી સરકાર વિરુદ્ધ કોઇપણ વિરોધ કાર્યક્રમ કરાશે તો મારી નાંખવાની ધમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...