તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્ટેમ્પ પેપરવાળાં મકાનોને કાયદેસર કરવા રેલી યોજાઇ

સ્ટેમ્પ પેપરવાળાં મકાનોને કાયદેસર કરવા રેલી યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાશહેરમાં સરકારી જમીનો પર વર્ષો અગાઉ રૂા.10, 20, 50 અને રૂા.100ના સ્ટેમ્પ પેપર પર બનેલાં મકાનોને કાયદેસર કરાવવાની માગણી સાથે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે શુક્રવારે ગાંધી નગરગૃહથી કલેકટર કચેરી સુધીની રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કલેકટરને અાપેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે, સ્ટેમ્પ પેપર પર વેચાયેલા પ્લોટ ઉપર બનેલાં ઘરો અનેક નગરો શહેરમાં અસ્તિત્વમાં છે. શહેરમાં આવાં અંદાજે 1.50 લાખ મકાનો સરકાર દ્વારા કાયદેસર કરાતાં હોઇ મકાનોમાં રહેતા લાખો લોકો તેમનાં મકાનો ગમે ત્યારે તૂટી જવાના ડર છે. મકાનો કાયદેસર કરવા ખાસ યોજના લાવવાની માગ કરાઇ હતી.

આપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપરત

અન્ય સમાચારો પણ છે...