તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડમ્પરની ટક્કરે યુવાનનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાકિશનવાડી વિસ્તારમાં ગધેડા માર્કેટ પાસે આજે બપોરના સમયે મુકેશ માછી (ઉ.વ.38,જય ખોડીયાર નગર)ને ચક્કર આવતા ટેમ્પાની પાછળ બેઠા હતા. દરમિયાન તેમને ઉંઘ આવી જતાં સુઈ ગયા હતા. ત્યારે ચાલકે એકાએક ટેમ્પો ચાલુ કરી દેતાં સૂઈ રહેલા મુકેશ પરથી પસાર થઈ ગયો હતો.મુકેશે બૂમાબૂમ કરતાં ચાલક ટેમ્પો છોડી ભાગી ગયો હતો. મુકેશને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે બાપોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.માતા સાથે રહેતો મુકેશ માછી કલર કામ કરી પેટિયું રળતો હતો.

અન્ય સમાચારો પણ છે...