તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અસલમ બોડિયાની 100 રિકશાઓનું વેરિફિકેશન કરવાનું પોલીસે શરૂ કર્યું

અસલમ બોડિયાની 100 રિકશાઓનું વેરિફિકેશન કરવાનું પોલીસે શરૂ કર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેમિકલમાફિયા જયેશ ઠક્કરના પુત્રને ધમકી આપવાના મામલામાં તપાસ કરી રહેલી પોલીસે કુખ્યાત અસલમ બોડિયાની શહેરમાં ફરી રહેલી 100થી વધુ રિકશાઓનું પણ વેરિફિકેશન કરવાનું શરૂ કર્યું છે. ધમકીના એક સપ્તાહ પછી હજુ પણ કુખ્યાત અસલમ પોલીસની પકડથી દૂર રહ્યો છે. બીજી તરફ જયેશ ઠક્કર પણ હજુ સુધી પોલીસને મળ્યો નથી.

કેમિકલ માફિયા જયેશ ઠક્કરના પુત્ર ભાવિકે ફતેગંજ પોલીસમાં ફરિયાદ કરી હતી કે ગત 18મી નવેમ્બરે જયેશ ઠક્કર ઘેર હતા ત્યારે રાતના નવ વાગે નામચીન અસલમ બોડિયો અને તેની સાથે બીજા પાંચ-છ માણસો ઇનોવા કારમાં તેના ઘેર આવ્યા હતા. ભાવિકનેે કારમાં બેઠાં બેઠાં અસલમે ભાવિકને પૈસા આપવા બાબતે ધમકી આપી હતી. ધમકી બાદ ગભરાયેલા ભાવિકે ફતેગંજ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે અસલમની તપાસ શરૂ કરી હતી.

બનાવ બાદ અસલમ અને તેના સાગરીતો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસની વ્યાપક શોધખોળ કરવા છતાં અસલમ બોડિયો ના મળતાં હવે પોલીસે અસલમની રિકશાઓને ટાર્ગેટ બનાવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરમાં અસલમ બોડિયાની 100થી વધુ રિકશા ચાલે છે. પોલીસે રિકશાઓનું વેરિફિકેશન શરૂ કર્યું છે. ચાલકોની પણ પૂછપરછ કરાઇ રહી છે. બીજી તરફ અસલમને શોધવાના પણ પોલીસે ધમપછાડા કર્યા પણ તે પકડાયો હતો.પોલીસે જયેશની પણ શોધખોળ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...