• Gujarati News
  • National
  • તાંદલજામાં મહિલાની છેડતી કરતાં ફરિયાદ

તાંદલજામાં મહિલાની છેડતી કરતાં ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાંદલજાવિસ્તારની મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પતિ તેને છોડીને જતો રહ્યો છે. બીજી તરફ નવાયાર્ડમાં રહેતો અહેમદખાન હાજીગુલામ પઠાણ અવારનવાર તેના ઘેર આવીને મકાન મારું છે, તમે મકાન ખાલી કરી દો તેવી અવારનવાર ધમકી આપતો હતો, આથી મહિલાએ મામલે વડોદરાની સિવિલ અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. દરમિયાન ગત 7 જુલાઇએ મુદત હોવાથી મહિલા પુત્રી સાથે લાલ કોર્ટ ગઇ હતી અને ચોગાનમાં વકીલની રાહ જોઇ રહી હતી, ત્યારે અહેમદખાન પઠાણ ત્યાં આવ્યો હતો અને છેડતી કરવાના ઇરાદે તેનો હાથ પકડ્યો હતો અને ઓઢણી ખેંચીને તમાચો પણ ઝીંકી દીધો હતો. પોલીસે છેડતીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

મકાનનો કેસ પાછો ખેંચવાની ધમકી આપી

અન્ય સમાચારો પણ છે...