પહેલાં ગુડ ન્યુઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |જન્મ મરણ નોંધણી પ્રક્રિયા 100 ટકા કરવા માટે પાલિકાએ ગંભીરતા દાખવી છે અને તેના માટે તા.31 ઓગસ્ટ સુધીની મુદત રાખવામાં આવી છે. એટલું નહીં, ઘરે મૃત્યુ પામનારાના કિસ્સામાં પણ જે તે તબીબે ઓનલાઇન કાર્યવાહી કરવી પડશે. શહેરી વિસ્તારમાં જન્મ મરણ નોંધણી માટે અોનલાઇન નોંધણી કરવા માટે પાલિકાએ તમામ નર્સિંગ હોમ્સ,હોસ્પિટલ્સ, ક્લિનિક્સને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા સૂચના આપી હતી.હવે તા.31 ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તેના થકી જે તે હોસ્પિટલે ઓનલાઇન નોંધણી માટે આઇડી પાસવર્ડ મેળવી લેવાનો રહેશે અને મૃત્યુના કિસ્સામાં મરણનો દાખલો આપનારે નોંધણી કરાવવાની રહેશે. ઓનલાઇન પ્રક્રિયાના કારણે જન્મ- મરણનો દાખલો સંબંધિત નાગરિકોને ઘરે પોસ્ટથી મળી રહેશે.

તા.31 ઓગસ્ટથી જન્મમરણ નોંધણી સંપૂર્ણ ઓનલાઇન

અન્ય સમાચારો પણ છે...