• Gujarati News
  • National
  • વેપારીઓ16મીએ તોફાનના સૂત્રધારનો કાચો ચિઠ્ઠો ખોલશે

વેપારીઓ16મીએ તોફાનના સૂત્રધારનો કાચો ચિઠ્ઠો ખોલશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહનોની ટાંકીમાંથી પેટ્રોલ કાઢી આગચંપી કરાઇ હતી

જય ઠાકોરે કહ્યું કે, તોફાનો પૂર્વ યોજિત કાવતરાના ભાગરૂપે થયાં છે. સ્ટ્રીટ લાઇટ પણ એટલા માટે બંધ કરી દેવાઇ હતી. પોલીસે શ્રીજી સવારીમાં સામેલ કાર્યકરોને પણ આરોપી બનાવી દીધા છે. હાલના મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇ અમે પોલીસની કામગીરીમાં દખલ કરવા માગતા નથી પરંતુ 16મી ઓગસ્ટે મંગળબજારના વેપારીઓ રજૂઆત કરી પથ્થરમારાની ઘટનાના પડદા પાછળના સૂત્રધારો કોણ કોણ છે તેનાં નામ પોલીસ કમિશનર અને મેયરને આપી તપાસ કરવાની માગણી કરશે. રાજકિય રમખાણમાં સામેલ તત્ત્વોની અમે પોલ ખોલીશું.બીજી તરફ પોલીસે તોફાન પૂર્વયોજિત કાવતરું હોઇ પોલીસે લાલુ અંડો અને અજ્જુ સિંધીના મોબાઇલ કોલ ડીટેઇલ મંગાવી છે.

વડોદરા. પથ્થરમારામાંસંડોવાયેલા જુનેદ મહંમદ હનીફ મલેક અને ઐયાઝ ઉર્ફે કાલીયો મોહંમદમીયા અરબની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. તોફાનમાં દેશી બોંબ અને પાઇપ બોંબનો પણ ઉપયોગ કરાયો હોઇ કોણે બનાવ્યા તે અંગે તપાસ શરૂ કરી હતી. જોકે, હજુ સુધી પાઇપ બોમ્બ કે દેશી બોંબ અંગે પોલીસને પુરાવા હાથ લાગ્યા નથી. પૂછતાછમાં તોફાનીઓએ વાહનોને ઘસડી જઇ ટાંકીમાંથી પેટ્રોલ કાઢી આગ ચાંપી હોવાનું બહાર આવ્યું છે.

પો. કમિશનર અને મેયરને નામજોગ રજૂઆત કરાશે

પ્રતાપ મડઘાની પોળ મંડળના આયોજક જય ઠાકોરનો ધ્રુજારો

અન્ય સમાચારો પણ છે...