તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara ખાસવાડી પાસે કાર અને દારૂના જથ્થા સાથે 4 ઝડપાયા

ખાસવાડી પાસે કાર અને દારૂના જથ્થા સાથે 4 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાસવાડી સ્મશાન સામેના ખુલ્લા મેદાનમાં બલેનો કારમાંથી કટિંગ કરાતા દારૂના જથ્થા સાથે 4 શખ્સ ઝડપાયા હતા.રવિવારે બપોરેે ખાસવાડી સ્મશાન સામેના ખુલ્લા મેદાનમાં ચાર શખ્સ બલેનો કારમાંથી દારૂના કોથળા ઉતારીને રિક્શામાં મૂકે છે,તેવી બાતમી મળતાં ડીસીબીએ દરોડો પાડ્યો હતો. પોલીસે સાજીદ રહીમખાન પઠાણ, ધર્મેશ રમણ પરમાર, હિતેશ રમેશ પરમાર અને સંજય તુલસીદાસ પટણીને ઝડપી પોલીસે બલેનો કારમાંથી દારૂની 360 બોટલ અને રિક્શામાંથી દારૂની 24 બોટલ મળી 1,95,360 રૂપિયાનો દારૂ તથા રિક્શા અને બલેનો કાર મળીને 8,54,430ની મતા કબજે કરી હતી. નાગરવાડાના કિરણ શ્યામલાલ કહારે દાહોદના ગોવિંદ પાસેથી બલેનો કારમાં દારૂનો જથ્થો મંગાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...