તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નીતિનભાઈને થયું, સીએમ તો ગયા... પણ વિજયભાઈ રૂપાણી તો હજુ છે!

નીતિનભાઈને થયું, સીએમ તો ગયા... પણ વિજયભાઈ રૂપાણી તો હજુ છે!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ ડોદરામાં નીતિનભાઈના કારણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સીએમ ઈન વેઈટિંગ થઈ ગયા હતા અને લોકોને તરેહ તરેહની વાત કરવાનો મોકો મળી ગયો હતો. વડોદરાથી પાછા આવેલા કાર્યકરે નજરે દેખ્યો અહેવાલ આપતાં કહ્યું કે, ‘રજની, થયું એવું કે વડોદરા પાલિકાના મ્યુઝિયમ ઓફ ટ્રીઝના લોકાર્પણમાં મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બંને આવ્યા હતા. કચરામાંથી બનાવેલા ગાર્ડનને જોઈને રૂપાણી સ્ટેજ પાસે પહોંચ્યા અને નીતિનભાઈની રાહ જોતાં ઊભા રહ્યા. રૂપાણી સાથે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને વડોદરાના મેયર ભરત ડાંગર સહિતના અગ્રણીઓ પણ હતા. પણ નીતિનભાઈ પટેલ દેખાયા જ નહીં. લાંબી રાહ જોવા છતાં નીતિન મિલાપ નહીં થતાં ભરત (ડાંગર)ને કચરા વાટિકા (ગાર્ડન)માં મોકલવામાં આવ્યા હતા.

સીએમનો સંદેશો મળતાં જ નીતિનભાઈ લગભગ દોડતા જ આવી પહોંચ્યા. 12 મિનિટે પહોંચેલા નીતિનભાઈ હસતાં હસતાં બોલ્યા, ‘લો મને એમ કે તમે જતાં રહ્યાં હશો’. રૂપાણી તો ત્યાં જ હતા પણ એમના ચહેરા પરનું હાસ્ય ક્યારેનુંય જતું રહ્યું હતું. એમણે નીતિનભાઈના હાસ્યનો કે એમના વાક્યનો કોઈ પ્રતિભાવ આપ્યો જ નહીં. ચૂપચાપ બંને સ્ટેજ ઉપર પહોંચ્યા.’

પેલા કાર્યકરે કહ્યું, ‘રજની, પક્ષના અંદરના સૂત્રો એમ કહે છે કે વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ વચ્ચે કોઈ વિખવાદ નથી.આ બન્ને નેતાઓ બધુ સમુસુતરું ચાલે છે એવું દર્શાવવા પણ સતત પ્રયત્ન કરતા હોય છે. આ વખતે પણ જુઓને, સીએમ એકલા જ સ્ટેજ પર જઈ શક્યા હોત પણ એમને ડેપ્યુટી સીએમ સાથે જ સ્ટેજ પર જવું હતું. પણ એમણે 12 મિનિટ સુધી રાહ જોઈ એટલે હવે એ બન્ને વચ્ચે વિખવાદ છે માટે જ નીતિનભાઈએ એમને રાહ જોવડાવી એવી વાતો એમના વિરોધીઓ વહેતી મૂકશે. જોકે રજની માને છે કે જેનું નસીબ વાંકુ એની ઉપર સોશિયલ મીડિયા પણ વાંકુ જ રહેવાનું.

સીએમ ઇન વેઇટિંગ
અન્ય સમાચારો પણ છે...