તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડીલરોએ નંબર પ્લેટની જવાબદારી ના લીધી

ડીલરોએ નંબર પ્લેટની જવાબદારી ના લીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ મુદ્દે સુરક્ષાના સવાલો

જોકે ડીલરો પોતાના શો રૂમ પરથી નંબર પ્લેટ લગાવી આપવા માટે ના પાડી રહ્યા છે. આજે આરટીઓના અધિકારીઓ અને ડીલરો વચ્ચે નંબર પ્લેટના મુદ્દે એક બેઠક મળી હતી જેમાં પુન: એકવાર ડીલરોએ વિરોધ નોંધાવ્યો હતો.

આરટીઓની જગ્યાએ વાહનો વેચતા ડીલરોના શો રૂમ પરથી નંબર પ્લેટ લગાવી આપવાની વિચારણા ચાલી રહી છે. મુદે આરટીઓ દ્વારા ડીલરો સાથે બેઠકોનો દૌર શરૂ કર્યો છે જેમાં ડીલરો નંબર પ્લેટની જવાબદારી લેવા તૈયાર નથી. આજે મળેલી બેઠકમાં પણ ડીલરોએ વિરોધ નોંધાવ્યો હતો. ડીલરોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે મશીન ખરીદવાની સાથે બે માણસો મૂકવા પડે જેનો ખર્ચો વધી જાય. ઉપરાંત હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ હોવાના પગલે સુરક્ષાના સવાલો પણ ઉભા થઇ શકે તેમ છે. જેના પગલે નંબર પ્લેટો લગાડવાની જવાબદારી ડીલરો લઇ શકે તેમ નથી.

ઉલ્લેખનીય છે કે હાઇ િસક્યુરીટી નંબર પ્લેટ લગાવવી જરૂરી છે પરંતુ તેની જવાબદારી મુદ્દે િવવાદ સર્જાયો છે. સવાલ છે કે તેની જવાબદારી કોણ સ્વીકારશે.

RTO અને ડીલરો વચ્ચે HSRP નંબર પ્લેટના મુદ્દે બેઠક

અન્ય સમાચારો પણ છે...