તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • F.Y. Bcomમાં PRN જનરેટ નહિ થતાં વર્ગો અઠવાડિયા પછી શરૂ થશે

F.Y. Bcomમાં PRN જનરેટ નહિ થતાં વર્ગો અઠવાડિયા પછી શરૂ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિ.ની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં તાજેતરમાં એફ.વાય.બીકોમની પ્રવેશની કામગીરી પૂર્ણ થઇ છે. ગત વર્ષની સરખામણી ચાલુ વર્ષે એફ.વાય.બીકોમમાં 6500 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.

તાજેતરમાં પૂર્ણ થયેલી પ્રવેશની કામગીરીમાં એફ.વાય.બીકોમના રેગ્યુલર વર્ગો કયારે શરૂ થશે તેને લઇને વિદ્યાર્થીઓમાં ભારે હોબાળો મચી ગયો છે. એફ.વાય.બીકોમના વર્ગોની ફાળવણી ઉપરાંત એસ.વાય.બીકોમનાં એડમિશન તથા ટી.વાય.બીકોમનાં એડમિશન બાદ એમ.કોમનાં એડમિશનની પ્રક્રિયા પણ સમય કરતાં મોડી ચાલી રહી હોવાની વિગતો બહાર આવતાં વિવાદ સર્જાયો છે. વિવાદ વચ્ચે કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ ફેકલ્ટી કક્ષાની કામગીરી પૂર્ણ કરી દીધી છે, હવે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પીઆરએન નંબર જનરેટ કરવા માટે લિંક ઓપન કરશે તે પછી અમારી કામગીરી પુન: શરૂ થશે અને કામગીરીમાં ચારથી પાંચ દિવસનો સમય થશે તેમ કહીને સમગ્ર વિવાદને શાંત કરવાની કોશિશ હાથ ધરી છે. તો બીજીબાજુ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, પ્રવેશની કામગીરી ખૂબ મંદગતિએ ચાલી રહી છે, વિદ્યાર્થીઓને હજી સુધી કોઇ વર્ગો ફાળવવામાં આવ્યા નથી. આવામાં શૈક્ષણિક સત્ર શરૂ થતાં 7 થી 10 દિવસ મોડું થઇ જશે તેમ લાગી રહ્યું છે. મુદ્દે અમે ફેકલ્ટીને અનેક ફરિયાદો કરી છે, છતાં કોઇપણ કાર્યવાહી કરાઇ નથી.

એફ.વાય.બીકોમના વિદ્યાર્થીઓને એડમીશન આપ્યા બાદ પીઆરએન નંબર ફાળવવાના મુદ્દે કોમર્સ ફેકલ્ટીના ઓફીશેટીંગ ડીન ડૉ.દિનકર નાયકે જણાવ્યું હતું કે, એફ.વાય.બીકોમમાં 6500 વિદ્યાર્થીઓના ડેટા સિક્રોનાઇઝ કરવાની સાથે પીઆરએન નંબર જનરેટ કરવા માટે લીંક ઓપન હોવી જરૂરી છે. મેં 2જી જુલાઇના રોજ યુનિ.ને પત્ર લખ્યો છે, પરંતુ હજી સુધી કોઇ કામગીરી શરૂ થઇ નથી. જેના લીધે પ્રક્રિયા ડીલે થઇ રહી છે. એજ રીતે ટી.વાય.બીકોમનું પરિણામ મોડું આવતાં એમ.કોમ એડમીશનની પ્રક્રિયા મોડી શરૂ થઇ છે. જો લીંક ઓપન કરાય તો ચાર થી પાંચ દિવસમાં પીઆરએન નંબર જનરેટ કરવાની કામગીરી પૂર્ણ કરી દેવાશે.

એફ.વાય.બીકોમમાં 6500 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે

યુનિ. દ્વારા PRN જનરેટ કરવા લિંક ઓપન થયા બાદ કામગીરી થશે

અન્ય સમાચારો પણ છે...