તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા રેલવે સ્ટેશન 80 CCTVથી સજ્જ કરાશે

વડોદરા રેલવે સ્ટેશન 80 CCTVથી સજ્જ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

રેલવેવિભાગ દ્વારા શહેરમાં 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી રેલવે પ્રોટેક્સન ફોર્સ સ્થાપના વીક ઉજવવામાં આવ્યું હતું. જે મુજબ રેલવે દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આગામી દિવસમાં વડોદરા રેલવે સ્ટેશને 80 જેટલા સીસીટીવી કેમેરા લગાવી આધુનિક કંટ્રોલરૂમ બનાવવામાં અવશે. આતંકવાદી ગતિવિધિને કંટ્રોલ કરવા પાર્સલ રૂમ પાસે સુવિધા ઊભી થશે.

આરપીએફ સ્થાપના દિવસ અંગે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતાં વડોદરા ડિવિઝનના ડીઆરએમ અમિતકુમાર સિંગ અને આરપીએફના સિનિયર કમાન્ડન્ટ રાજેન્દ્ર રૂપ નવર હાજર રહ્યા હતા. તેમણે જીઆરપી અને આરપીએફ વચ્ચે ચાલતા વિવાદ અંગે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય અને રેલવે મંત્રાલય વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે અને ટૂંક સમયમાં નિરાકરણ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

રેલવે દ્વારા 20 સપ્ટેમ્બરથી સ્થાપના દિવસ સમારોહમાં યાત્રા જાગૃતતા અભિયાન ચલાવવામાં આવ્યું .આ સાથે આરપીએફ અને એનજીઓ દ્વારા નિ:સહાય મહિલાઓ અને બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.

આરપીએફ દ્વારા ઓગસ્ટ મહિના સુધી કેટલીક અસરકારક કામગીરી કરાઇ હતી. જે પૈકી રેલવે પ્રોપર્ટીને નુકસાન અંગે 27 લોકો પાસેથી ~1,37,750 વસૂલ કરાયા હતા. ગેરકાયદે પ્રવાસીઓ પાસેથી ~4,47919, હેન્ડિકેપ રિઝર્વ કોટામાં મુસાફરી કરનારા પાસેથી ~76500, ગેરકાયદે હોકર્સ પાસેથી ~1505700 અને એનડીપીએસ જેવા ગુનામાં ~1.56લાખની કિમ્મતનો ગાંજો પકડવામાં આવ્યો હતો.

RPF દ્વારા વર્ષ દરમિયાન કરેલી કામગીરી

નિ:સહાય મહિલાઓ અને બાળકોનું કાઉન્સેલિંગ કરાયું

તા.20 થી 26 સપ્ટેમ્બર RPF સ્થાપના વીકની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...