તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી રિપોર્ટર | વડોદરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | વડોદરા

વડોદરાનજીક જરોદ પાસે આવેલા એનડીઆરએફ હેડક્વાર્ટર ખાતે પશ્ચિમ રેલવેના મેડિકલ ઓફિસર્સ અને પેરામેડિકલ સ્ટાફને કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર સંબંધિત આપત્તિઓ વખતે કરાતી બચાવ અને રાહત કામગીરી અંગે ખાસ તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આફતો વખતે બચાવ અને રાહત કામગીરી કરતી એનડીઆરએફ 06 બટાલિયનનું વડોદરા નજીક જરોદ ખાતે હેડક્વાર્ટર આવેલું છે. કમાન્ડન્ટ રાકેશ સિંહના નેતૃત્વમાં એનડીઆરએફ 06 બટાલિયન કામગીરી કરી રહી છે. તા.26 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન પશ્ચિમ રેલવેના અમદાવાદ, વડોદરા અને રતલામ ખાતે ફરજ બજાવતા તબીબો અને પેરામેડિકલ મળીને 16 તાલીમાર્થીઓને એનડીઆરએફ દ્વારા કેમિકલ બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર આપત્તિ વખતે કઇ રીતે બચાવ અને રાહત કામગીરી કરવી તે અંગે તાલીમ આપવાનું શરૂ કરાયું છે. એનડીઆરએફના ખાસ તાલીમ પામેલા તજજ્ઞો દ્વારા પ્રકારની તાલીમ અપાઈ રહી છે.

પશ્ચિમ રેલવેના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને તાલીમ

અન્ય સમાચારો પણ છે...