તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara BCAના ખાડે ગયેલા વહીવટના લીધે BCCIમાં 175 કરોડ રૂપિયા અટવાયા

BCAના ખાડે ગયેલા વહીવટના લીધે BCCIમાં 175 કરોડ રૂપિયા અટવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

બરોડા ક્રિકેટ એસોસિયેશન સત્તાધીશોની લાપરવાહી અને બીસીએના ખાડે ગયેલા વહીવટના લીધે ભારતીય ક્રિકેટ કંટોલ બોર્ડમાં બીસીએના 175 કરોડ અટવાઈ ગયા હોવાનું જાણવા મળે છે.2013-14 બાદ એકાઉન્ટ તૈયાર ન થતાં બીસીએની મોટી રકમ બીસીસીઆઇમાં અટવાવા લાગી હતી. બીસીએના ખજાનચી અમૂલ જીકાર કહે છે કે ,2013-14ના તો રૂપિયા પણ આવી ગયા છે.2014-15ના હિસાબો એજીએમ સમયસર ના મળતાં હિસાબો અટવાયા હતા,ત્યારબાદ 2016માં લોઢા કમિટીની ભલામણ બાદ એવું કહેવામાં આવ્યું હતું કે વન વોટ વન સ્ટેટના નિયમનો સ્વીકાર કરો. ત્યારબાદ તમારી એજીએમ બોલાવેા જેના કારણે એજીએમ બોલાવવી શક્ય ન હતી.જોકે બીસીસીઆઇ અને અન્ય મેચોના ખર્ચા માટે બીસીએ 6 કરોડ રૂપિયા લાવવામાં સફળ રહ્યું છે.બાકીનાં ત્રણ વર્ષ માટેના હિસાબો અને બેલેન્સ શીટ તૈયાર છે જેના માટે એાડિટરની નિયુક્તિની રાહ જોવાઈ રહી છે.જેથી માત્ર 14-15ના જ 25 કરોડ અટવાયેલા ગણી શકાય.

બીસીએની મેનેજિંગ કમિટીના પૂર્વ સભ્ય કલ્પેશ પરમાર કહે છે કે , લોઢા કમિટીએ ક્યારેય એવું કહ્યું નથી કે તમે હિસાબો ના કરો.દિલ્હીએ ચાર વર્ષના હિસાબો રજૂ કર્યા ત્યારે તેમને બોર્ડ દ્વારા તમામ રકમ ચૂકવવામાં આવી હતી.તેવી જ રીતે જો બીસીએ દ્વારા સમયસર હિસાબો રજૂ કરવામાં આવ્યા હોત તો બીસીએને તેની ગ્રાન્ટ સમયસર મળી હોત.એક સમયે બીસીએ દ્વારા દર વરસે 750 મેચો યોજાતી હતી પણ હવે 285 પર આંકડો પહોંચ્યો છે.

BCAની બોર્ડમાં અટવાયેલી ગ્રાન્ટ
ટીવી સબસિડી 2013-14 12 કરોડ

આઈપીએલ સબસિડી 2014 22 કરોડ

ટીવી સબસિડી 2014-15 22 કરોડ

આઈપીએલ સબસિડી 2015 25 કરોડ

ટીવી સબસિડી 2015-16 22 કરોડ

આઈપીએલ સબસિડી 2016 25 કરોડ

ટીવી સબસિડી 2016-17 22 કરોડ

આઈપીએલ સબસિડી 2017 25 કરોડ

મેચના આયોજનમાં ઘટાડો
વર્ષ મેચો

2010-11 541
2011-12 581
2012-13 641
2013-14 627
વર્ષ મેચો

2014-15 656
2015-16 413
2016-17 382
2017-18 285
અન્ય સમાચારો પણ છે...