તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara શક્તિ કમ્પ્યૂટરનો સંચાલક અડપલાં કરતા ઝડપાયો

શક્તિ કમ્પ્યૂટરનો સંચાલક અડપલાં કરતા ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ શક્તિ કોમ્પ્યુટર નામની દુકાનમાં મંદિરોના ફોટાની કલર પ્રિન્ટ કઢાવવા ગયેલી સગીરા સાથે દુકાન સંચાલકે શારીરક અડપલા કરતા ફતેગંજ પોલીસે ગુનો નોંધી દુકાન સંચાલકની શોધખોળ કરી ઝડપી પાડ્યો હતો.

શહેરના નિઝામપુરા સ્થિત રહેતી સગીરા ગત 5 સપટેમ્બરના રોજ સાંજના સમયે ઘર નજીક આવેલી શક્તિ કોમ્પ્યુટર દુકાનમાં મંદિરોના ફોટાની કલર પ્રિન્ટ કઢાવવા માટે ગઇ હતી. જ્યાં દુકાનમાં બેઠેલા લાલજી જેઠાભાઇ રાઠોડે સગીરાનો એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે શારીરીક અડપલા કરી બીભત્સ માંગણીઓ કરી હતી. જોકે આ અંગે સગીરાને તેના માતા પિતાને જાણ કરતા મામલો ફતેગંજ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં પોલીસે તેેને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...