તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara પાળેલા બે કૂતરાઓ ભસતા નિવૃત્ત કમાન્ડન્ટ પર હુમલો

પાળેલા બે કૂતરાઓ ભસતા નિવૃત્ત કમાન્ડન્ટ પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના મકરપુરા નોવીનો રોડ પર સાંજના સમયે એકજ સોસાયટીમાં રહેતા કોન્ટ્રાકટર અને આર્મીમાથી નિવૃત થયેલા કર્નલ પોતાના કુતરાઓ ફરાવવા માટે નિકળ્યાં હતા. દરમિયાન બન્ને કુતરાઓ એકબીજાની સામે આવી જતા ભંસવા માંડ્યાં હતા. જેથી બન્ને કુતરાઓના માલીકો વચ્ચે બોલાચાલી થતા કોન્ટ્રાકટરે નવસેનાના નિવૃત કમાંટંડ પર કુતરાને બાંધવાની ચેઇન વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

મકરપુરા નોવીનો રોડ પર આવેલી મનહરપાર્ક સોસા.માં રહેતા ભારતીય નવસેના નિવૃત કમાંટંડ દેવાસીસ નિમાયસુંદર ચેટરજીએ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, સાંજના 7 વાગ્યાના અરસામાં ઘર નજીક કુતરાને ફરાવવા નિકળ્યો હતો. દરમિયાન સોસા.માં રહેતા લખવિંદરસિંગ કુલવંતસિંગ રામગઢીયા પણ પોતાનુ કુતરુ લઇને ફરાવા માટે નિકળ્યાં હતા. જોકે બન્ને કુતરાઓ સામ સામે આવી જતા અચાનક ભંસવા લાગ્યા હતા. જેથી કુતરાને ઘરમાં લઇ ગયો હતો. જોકે લખવિંદરસિંગ ઘરનો ગેટ ખોલી તેમના કુતરાને કમ્પાઉન્ટમાં છુટ્ટો મુકી દેતા બન્ને કુતરાઓ ઝગડવા લાગ્યા હતા.

કુતરાને સ્ટીલની પાઇપ વડે ભગાડતા લખવિંદરસિંગે કુતરાને બાંધવાની ચેઇન વડે હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી હતી.જેથી તાત્કાલીક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા. બનાવની જાણ મકરપુરા પોલીસને કરાતા પોલીસે કોન્ટ્રાકટ લખવિંદરસિંગ વિરૂધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...