તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara રાસાવાડીના યુવાનનું પોલીસના મારથી મોત થયું હોવાનો આરોપ

રાસાવાડીના યુવાનનું પોલીસના મારથી મોત થયું હોવાનો આરોપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવલી નજીકના રાસાવાડી ગામના યુવાન સામે હરણી પોલીસે પ્રોહિબીશનનો કેસ કર્યા બાદ ઢોર માર મારતા રવિવારે યુવાનનું મોત થયું હોવાનો આરોપ મૃતક યુવાનના પરિવારે લગાવ્યો હતો. જો કે હરણી પોલીસે માર માર્યો હોવાનો ઇન્કાર કર્યો હતો.

રાસાવાડીના 24 વર્ષીય ચેતન મહેશ પરમારના ભાઇ પ્રવિણે જણાવ્યું હતું કે તેના ભાઇની બાઇક લઇને તેનો મિત્ર વડોદરા ગયો હતો, જયાં હરણી પોલીસે તેને પકડયા બાદ ગાડીના માલિક તરીકે મારા ભાઇ ચેતનને કાગળો લઇ બોલાવ્યો હતો અને તેણે નશો કર્યો હોવાથી તેની સામે પીધેલાનો કેસ કર્યો હતો, પણ હરણી પોલીસે મારા ભાઇને ઢોર માર મારી પૈસા માંગ્યા હતા.જો કે મારા ભાઇને તેના સસરાએ જામીન પર છોડાવ્યો હતો. જામીન પર છુટયા બાદ ચેતનની તબિયત બગડી હતી અને તે ચાલી શકતો કે બેસી શકતો ન હતો અને જમી પણ શકતો ન હતો. રવિવારે સવારે તેની તબિયત વધુ બગડી હતી અને તેનું મોત થયું હતું. પોલીસના મારથી જ મારા ભાઇનું મોત થયું હોવાનો આરોપ તેણે લગાવ્યો હતો.

જો કે આ મામલે હરણી પીઆઇ બી.એમ.રાણાએ લગાવ્યો હતો કે ચેતન સામે પીધેલાનો કેસ કરાયો હતો અને તેનું મેડિકલ પણ કરાવ્યું હતું પણ તેણે તે સમયે પોલીસે માર્યો હોવાનું પણ જણાવ્યું ન હતું. તેને રાત્રે પેટમાં દુખાવો ઉપડતા પોલીસે તેને દવાખાને લઇજવાનું પણકહ્યું હતું પણ તેણે ના પાડી હતી. પોલીસના મારથી મોત થયું હોવાનો આરોપ ખોટો છે.આ વિવાદના કારણે પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...