તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara વોર્ડ કારોબારીની બેઠકમાં રહીશોના ટોળા ધસી ગયા

વોર્ડ કારોબારીની બેઠકમાં રહીશોના ટોળા ધસી ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકરપુરા નોવિનો તરસાલી રોડ પર બે દિવસ પહેલા ડમ્પરની અડફેટમાં આવેલા યુવકના અકસ્માતના પડઘા ભાજપની વોર્ડ કારોબારીની બેઠકમાં પડયા હતા અને રહીશોના ટોળાએ હોબાળો મચાવી દીધો હતો.

રવિવારે તરસાલી તળાવ પાસે ખાનગી ફાર્મમાં વોર્ડ 19ની ભાજપની કારોબારીની બેઠક મળી હતી. વોર્ડ 19ના કાઉન્સિલરો, વોર્ડ હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં બેઠક ચાલી રહી હતી ત્યારે જ અકસ્માતનો ભોગ બનેલા યુવકના વિસ્તારના રહીશોનો મોરચો ત્યાં પહોંચી ગયો હતો. આ ટોળાએ 12 મીટરનો રોડ 15 મીટરનો કરવાની માંગ કરી હલ્લો મચાવ્યો હતો. જોકે, કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર ડો.જીવરાજ ચૌહાણે તાત્કાલિક ધોરણે ત્યાં બમ્પર બનાવવા સાથે ગર્ડર મૂકાવી ડેપ્યુટી મેયરે આ મામલે મ્યુ.કમિ.ને પણ સ્થળ પર લાવવાની બાંયેધરી આપતા મામલો હાલ પૂરતો થાળે પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...