તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આમલેટ બનાવવાનો ઇનકાર કરનાર લારીવાળા પર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમલેટ બનાવવાનો ઇનકાર કરનાર લારીવાળા પર હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાંદલજાસનફાર્મા ત્રણ રસ્તા પાસે રવિવારે રાત્રે લારી બંધ કરવાના સમયે કાર લઇને આવેલી ત્રિપુટીએ આમલેટ બનાવવાનું કહ્યું હતું. લારીવાળાએ ઇનકાર કરતાં ત્રણેએ ઝપાઝપી કરી ચાકુ માર્યું હતું. ઇજાગ્રસ્તે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે 3 હુમલાખોરો સામે ગુનો નોંધી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

તાંદલજા મોમીન પાર્કમાં રહેતા અસ્પાક આરીફ પઠાણ સનફાર્મા ત્રણ રસ્તા પાસે આમલેટની લારી ચલાવે છે. રવિવારે રાત્રે 11:30 વાગ્યાના સુમારે તે લારી બંધ કરી રહ્યો હતો ત્યારે તાંદલજા નુરજહા પાર્કમાં રહેતો તોફીક નાસીરમિયા શેખ અને તુહરા પાર્કનો મોહમદખીજર ઉસ્માન રાઠોડ તેમજ અન્ય એક શખ્સ કાર લઇને લારી પર આવ્યા હતા. ત્રણેએ અસ્પાકને આમલેટ બનાવવાનું કહ્યું હતું.

જોકે, લારી બંધ કરવાનો સમય થઇ ગયો હોઇ અસ્પાકે આમલેટ બનાવવાની ના પાડી દીધી હતી. જેના કારણે ત્રણે શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા. ત્રણેએ ઝપાઝપી કર્યા બાદ મોહમદખીજર અને અન્ય એક શખ્સે અસ્પાકને પકડી રાખ્યો હતો જ્યારે તોફીકે લારી પરથી શાક સમારવાની છરી લઇ હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત લારીવાળાએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ત્રણ હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

3 હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ શરૂ

બંધ કરવાના સમયે આમલેટ બનાવવા કહ્યંુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો