તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમીતનગર પાસેથી મળેલા દારૂનો ભેદ અકબંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીતનગર પાસેથી મળેલા દારૂનો ભેદ અકબંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાકારેલીબાગ વિસ્તારમાં અમિત નગર સર્કલ પાસેથી દેશી શરાબના બિનવારસી મળી આવેલા પોટલાના કિસ્સાને ચોવીસ કલાક થવા છતાં પોલીસ કોઈની ધરપકડ કરી શકી નથી. રવિવારે રાત્રે અમિત નગર સર્કલ પાસેથી દેશી શરાબનાં ત્રણ પોટલાં રસ્તે રઝળતાં મળી આવ્યાં હતાં. અંગે જીત ભટ્ટ નામના યુવાને શહેર પોલીસને જાણ કરતાં કારેલીબાગ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસને ત્રણ પૈકી બે પોટલાંનો માલ મળ્યો હતો પણ પોલીસ પહોંચે તે પહેલાં એક પોટલાનો માલ લોકોએ લૂંટી લીધો હતો. સંબંધમાં કારેલીબાગ પોલીસે જણાવ્યું હતું કે ‘કોઈ બે અજાણી વ્યક્તિઓ બાઈક પરથી પોટલાં ફેંકીને જતી રહી હતી.એવો સંદેશો મળ્યો હતો.શરાબના ખેપિયાઓનો કોઈકે પીછો કર્યો હોય તેથી રસ્તા પર પોટલાં ફેંકીં તે ફરાર થઈ ગયા હશે. એવું એક અનુમાન છે, હાલ પોલીસ ખૂબ વ્યસ્ત છે એટલે બે ત્રણ દિવસ બાદ સીસીટીવી મેળવી તપાસ કરાશે.

બે અજાણી વ્યક્તિઓ બાઈક પરથી પોટલાં ફેંકીને જતી રહી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો