તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તબીબના કેસમાં પોલીસે સાક્ષીઓનાં નિવેદન લીધાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબીબના કેસમાં પોલીસે સાક્ષીઓનાં નિવેદન લીધાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુખ્યમંત્રીનીઝેડ પ્લસ સુરક્ષાના કોન્વેયમાં ઘૂસી ગયેલા બેન્કર્સ હાર્ટના ડોક્ટરના પ્રકરણમાં પોલીસે સાક્ષીઓનાં નિવેદન લઇ સીસીટીવી ફૂટેજની કવાયત હાથ ધરી છે. અલબત્ત, ઘટનાના 48 કલાક બાદ પણ હજુ ડોક્ટરની ધરપકડ થઇ નથી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે રાત્રે શ્રીજીનાં દર્શન કરી હરણી એરપોર્ટ જઇ રહ્યા હતા ત્યારે વારસિયા રિંગ રોડ પર બેંકર્સ હાર્ટના ડો. ઉદ્ગીથ હિમાંશુ ઠાકર એક્સયુવી કાર લઇને મુખ્યમંત્રીની ઝેડ પ્લસ સિક્યુરિટીના કોન્વેયમાં વોર્નિંગ કારની પાછળ ઘૂસી ગયા હતાં. પોલીસે તેને અટકાવતાં જીભાજોડી કરી વર્ધી ઉતરાવી દેવાની ધમકી આપી હતી. પીઆઇ નકુમે કારનો દરવાજો ખોલી ડોક્ટરને બહાર નીકળવાનું કહેતાં તેણે ઇરાદાપૂર્વક દરવાજો બંધ કરતાં પીઆઇને ઇજા પહોંચી હતી. રાજ્ય સેવકની કામગીરીમાં અડચણ ઊભી કરનાર ડો. ઉદ્ગીથ વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ ડાભીને સોંપાઇ છે. ક્રાઇમ બ્રાન્ચે ઘટના સંદર્ભે સાક્ષીઓનાં નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. અત્યાર સુધી 6 જેટલા લોકોનાં નિવેદન લેવાયાં હોવાની માહિતી મળી છે. ઉપરાંત પોલીસે રોડ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્રિત કરવાનું પણ શરૂ કર્યું છે. ઘટનાના 48 કલાક થઇ જવા છતાં હજુ સુધી કાર ચાલક ડો. ઉદ્ગીથ ઠાકરની ધરપકડ કરાઇ નથી કે તેનું નિવેદન પણ લેવાયું નથી.

પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી

હજી સુધી ડોક્ટરની ધરપકડ થઇ નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો