તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધિ વ્યાસ | ભાસ્કર ન્યુઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધિ વ્યાસ | ભાસ્કર ન્યુઝ

વડાપ્રધાનમોદીએ મહત્ત્વાકાંક્ષી ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ શરૂ કરી છે, પરંતુ સવા કરોડના દેશમાં હાલ યોજનામાં માત્ર 105 ડિપોઝિટર બન્યા છે અને કુલ 2890 kg જેટલુ સોનુ ભેગુ થયુ છે. જેમા પણ અડધાથી વધારે સોનું તો ભારતના સમૃદ્ધ મંદિરોનું છે. ભારતાના લોકો પાસે કુલ 2,23,53031 kg જેટલુ સોનું છે. દેશની વાત તો બરાબર છે પણ મોદીની પોતાની પાર્ટીના ગુજરાતના એક પણ સાંસદે યોજનામાં રોકાણ કર્યું નથી. ભાસ્કરે જ્યારે ગુજરાતના સાંસદો સાથે મુદ્દે વાત કરી, એક પણ સાંસદ સોના વગરના નથી. મોટા ભાગના સાંસદોએ તો પોતાની પાસે સોનું હોવાની વાત નકારી દીધી.

વધુમાં 26માંથી 14 સાંસદોને તો યોજના વિશે કોઇ પણ જાણકારી નહોતી અને બાકીના 7 સાંસદોને જાણકારી હોવા છતા પણ તેઓએ યોજનામાં પોતાના સોનાનું રોકાણ કર્યું નથી. જેમાં પરેશ રાવલ, મોહન કુંડલીયા, જયશ્રી પટેલ, હરી ચૌધરી, રામસિંહ રાઠવા, સી.આર.પાટીલ, રાજેશ ચુડાસમા જેવા સાંસદો સામેલ છે. બાકીના 5 સાંસદોને અવારનવાર સંપર્ક સાધવા છતાં તેઓએ બહાના કાઢી વાત કરવાનું ટાળ્યું હતું.

...અનુસંધાન પાનાં નં.13

જયશ્રી પટેલ, મહેસાણા કહે છે કે “આ યોજના વીશે લોકોને જાણકારી આપી હતી પણ મે યોજનામાં રોકાણ કર્યું નથી,મારા પાસે યોજનામાં રોકાણ કરવાનું કોઇ કારણ નથી”.

મોહન કુંડલીયા, રાજકોટ કહે છે મે રોકાણ કરવા ર્ફોમ પણ ભરી લીધુ છે, મારી પત્ની ને સોનાની અવી કોઇ ચિંતા છે નહિં, નરેન્દ્ર ભઇની યોજના છે એટલે આપણે તો સોનાનું રોકાણ કરીશું જ.’

રંજન ભટ્ટ્ અને ભારતી શ્યાળ, વડોદરા અને ભાવનગર જેમના પાસે 0.64 અને 0.23 kg સોનું છે, તેઓ બન્નેનું એક સરખુ કહેવુ હતુ કે તેઓ પાસે લોકરમાં મુકી શકાય તેટલું પણ સોનું નથી જો તેઓ પાસે હોત તો તેઓ ચોક્કસ યોજનામાં રોકાણ કરતા.

લોન્ચ વખતે એવુ માનવામાં આવી રહ્યું હતુ કે જી.એમ.એસ દ્વારા સોનાને ભારતાનું એક ઉત્પાદક એસેટ તરીકે બદલી દેવામાં આવશે પણ સરકારની ઇચ્છાઓ પર પાણી ફરી વળ્યું છે. જી.એમ.એસ સ્કિમ ભારતમાં બહુ ચાલી નહિં.

સ્કિમમાં તમે ઓછામા ઓછું 30 ગ્રામ જેટલું સોનું મુકી શકો છો અને તમારા બેંકના લોકરમાં પડેલા સોના પર વ્યાજ કમાઇ શકો છો. સોનું સુધ્ધતાનાી ટેસ્ટમાંથી પસાર થાય ત્યાર પછી બેન્ક દ્વારા લેવામાં આવે છે. હાલ ગુજરાતમાં સી.પી.ટી.સી (કલેકશ્ન અને પયોરીટી ટેસ્ટીંગ સેન્ટર)ના 5 સેન્ટર આવેલા છે. જેમાંથી 2 અમદાવાદમાં અને બાકી વડોદરા, સુરત અને રાજકોટમાં છે. તમે તમારા સોનાને શોર્ટ ટર્મ(1-3 વર્ષ), મીડ ટર્મ(5-7 વર્ષ) કે લોન્ગ ટર્મ(12-15 વર્ષ) માટે રાખી શકો છો. જેના પર તમને વાર્ષિક 1.875 ટકા, 2 ટકા, 2.25 ટકા જેટલો વ્યાજ મલી શકે. ટર્મ પતવા પછી તમને તમારું સોનું પૈસા કે સિક્કા કે બાર રુપી મડશે. પણ તે તેમને પાછુ જ્વેલરીના આકારમાં નહિં મળે.

પબ્લીકના ક્વોટ્સ

નીયતા વ્યાસ એકાઉન્ટન્ટ કહે છે કે “યોજના તો સારી છે પણ મે તો જ્વેલરી દિકરી ને આપવા કે જે તે પ્રસંગએ પહેરવા બહુ પ્રેમથી મઠાવ્યા છે એટલે તેના પર વ્યાજ પણ મળતુ હોય તો શું કામનું. અને સોનું પાછુ મઢાવા જશુ તો મોંધુ પડવાનું છે. હવે સરકારે આપેલા સિક્કા કે બાર તો ગળે પહેરી નહિં શકાય. એટલે જેના પાસે વધારાના સિક્કા કે બાર હોય તેઓ માટે યોજના સારી છે.”



ત્રુપતી પટેલ ગુહિણી કહે છે કે “સરકાર યોજના પર જે વ્યાજ આપી રહી છે મારા મતે ખુબ ઓછું છે, 1-2 ટકામાં આજકલ કઇ થતુ નથી અને ઉપરથી આપડી જ્વેલરી પણ જતી રહે, નવી બનાવવા નીકડો તો કેટલો ઉચ્ચો ભાવ હોય છે. એટલે મને યોજનામાં કઇ રસ નથી.”



^ના ના, મને આવી કોઇ યોજના વિશે જાણકારી નથી. > વિઠ્ઠલરાદડીયા, પોરબંદર

^ જાણકારી તો છે મને યોજના વિશે પણ જેઓ પાસે બહુ સોનું હોય મુકી શકે અમારે તો દિકરીઓને પણ દેવાનું હોય કારણસર હું યોજનામાં રોકાણ નથી કર્યું. > રામસિંહરાઠવા , છોટાઉદેયપુર

^એવુ નથી કે મારી પત્ની મને યોજનામાં રોકાણ કરવાની ના પાડે છે પણ રાજકારણી હોવાને કારણે જો અમારું કુલ સોનું બહાર પડે તો ટીકાપાત્ર બનવામાં વાર લાગે. > સી.આર.પાટીલ,નવસારી

1.સી.આર.પાટીલ, નવસારી 10કિલો-

2.પુનમ માડમ, જામનગર 5કિલો

3.કે.સી.પટેલ, વલસાડ 1.50કિલો

4.દિલીપ પટેલ, આણંદ 1.49કિલો

5.એલ.કે.અડવાણી, ગાંધીનગર 1.34કિલો

સાંસદોમાં સૌથી ઓછું સોનુ રાજેશ ચુડાસમા પાસે છે માત્ર 0.034 કિલો

કયા સાંસદ પાસે વધુ સોનું

સાંસદને લોકોમાં ટીકાપાત્ર બનવાનો ડર

મોદીની ગોલ્ડ સ્કીમ : એક પણ ગુજરાતી સાંસદે રોકાણ નથી કર્યું

રાજ્યના 26માંથી 14 સાંસદોને તો સ્કીમની પણ જાણ નથી

સવાસો કરોડના દેશમાં હાલ યોજનામાં માત્ર 105 ડિપોઝિટર, માત્ર 2890 કિલો સોનું ભેગું થયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો