તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • SSGમાં અંધેર : પુત્રને બદલે પુત્રી જન્મી હોવાનું બે દિવસ બાદ કહ્યું!

SSGમાં અંધેર : પુત્રને બદલે પુત્રી જન્મી હોવાનું બે દિવસ બાદ કહ્યું!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સયાજીહોસ્પિટલમાં નવજાત બાળક બદલાઈ ગયું હોવાનો આરોપ બાળકના પરિવારજનોએ મૂકતા ચકચાર મચી ગઈ છે. પુત્રમાંથી પુત્રી થઈ ગઈ હોવાનો આક્ષેપ પરિવારજનોએ મૂકતાં રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે હોસ્પિટલ સત્તાધીશોએ ભૂલ સ્વીકારી તમામ પરીક્ષણ કરી નવજાત બાળકના પરિવારજનોને ન્યાય અપાવવા તૈયારી બતાવી હોવાનું જાણવા મળે છે.

વારંવાર વિવાદમાં રહેતી સયાજી સરકારી હોસ્પિટલ એક નવા વિવાદમાં અટવાઈ છે. ચકચારી કિસ્સાની વિગતો એવી છે કે શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ જય યોગેશ્વર સાેસાયટીમાં રહેતા જિજ્ઞેશ અરવિંદભાઈ દવેનાં પત્ની કુંજનબેનને પ્રસૂતિ માટે 23-11-16ના રોજ બુધવારે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બાળકોના વિભાગમાં દાખલ કરાયેલાં કુંજનબેનની તબિયત બગડતાં તેમને મેડિસીન વિભાગના 7-8 નંબરના મહિલા વોર્ડમાં શિફ્ટ કરાયાં હતાં.જ્યાં રાતના સમયે 8.20 વાગે એક બાળકને જન્મ આપ્યો હતો.ફરજ પરના તબીબ ડો.જીવિતેશે મહિલાને પુત્ર અવતર્યો હોવાનું જણાવ્યું હતું.નવજાત બાળક અધૂરા માસે જન્મ્યું હોવાથી બાળકને બાળકોના વોર્ડ પૈકીના 17 નંબરમાં કાચની પેટીમાં રાખવામાં આવ્યું હતું. પરંતુ 25-11-16ના રોજ બાળકોના વિભાગના તબીબોએ પુત્ર નહીં પણ પુત્રી જન્મી હોવાનું જણાવતાં દવે પરિવાર ચોંકી ઊઠ્યો હતો.પરિવારજનોએ અંગે ફરજ પરના તબીબને અને પરિચારિકાઓને પણ રજૂઆત કરી હતી.પરંતુ દવે પરિવારને સંતોષકારક જવાબ ના મળતાં જિજ્ઞેશ દવેએ રાવપુરા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી.આ રજૂઆતને ગંભીરતાથી લઈ રાવપુરા પોલીસે તુરંત તપાસ હાથ ધરી છે.

ડિલિવરી સમયે મદદ કરનારે કહેલું કે પુત્રનો જન્મ થયો છે

જિજ્ઞેશદવેના પિતા અરવિંદ દવે કહે છે કે ‘ડિલિવરી સમયે તબીબને મદદ કરનાર દાયણ બેને કહેલું કે પુત્રનો જન્મ થયો છે પણ મારું નામ કહેતાં નહીં.તે બેનને રજૂ કરતા નથી ,નહીં તો સત્ય તુરંત બહાર આવી જાય.

અમે ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર છીએ

^સયાજીહોસ્પિટલના બાળકોના વિભાગમાં બાળક બદલાઈ જવાનો વિવાદ ઊભો થતાં ખળભળાટ મચી ગયો છે. આરોપ સામે બાળકોના વોર્ડના સત્તાધીશો તમામ તપાસ કરાવવા તૈયાર છે.અમે સંબંધમાં ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર છીએ, જેથી સાચી હકીકત સપાટી પર આવે અને વિવાદનો ઉકેલ પણ આવી જાય. > ડો.શીલાઐયર, સહાયકપ્રો.બાળકોનાે વિભાગ.

સારવાર માટે લઇ જવાયા બાદ અદલાબદલી, પોલીસે તપાસ હાથ ધરી

તબીબ કહે છે કે મારી ભૂલ થઈ ગઈ છે

સયાજીહોસ્પિટલમાં નવજાત બાળક બદલાઈ જવાનો આરોપ મુકાતાં સયાજી હોસ્પિટલના સત્તાધીશોમાં હલચલ મચી ગઈ છે.કુંજનબેનની સારવાર કરનાર તબીબ ડો.જીવિતેશે જણાવ્યું હતું કે જ્યારે કુંજનબેને બાળકને જન્મ આપ્યો ત્યારે બાળકની તબિયત બરાબર ના લાગતાં તેને સારવાર આપવાની પ્રાથમિકતા પ્રથમ હતી.એટલે મેં જોયું ના હતું કે ‘બાળક મેલ કે ફીમેલ છે.મારી ભૂલ છે, કારણ કે બાળકને તુંરંત કવર કરીને મોકલી આપ્યું હતું.

તબીબનુંનિવેદન લેવા પોલીસે ચાર ધક્કા ખાધા

સયાજીહોસ્પિટલમાં તબીબનું નિવેદન લેવા માટે પોલીસે ચાર ધક્કા ખાધા હતા. પોસઈ આર.પી.ચોેધરી ડો.જીવિતેશનું નિંવેદન લેવા સયાજી હોસ્પિટલ ખાતે ગયા હતા.તબીબ એક જવાબ આપતા હતા કે મારે મારા ઉપરી અધિકારી તબીબને પૂછયા સિવાય જવાબ આપી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...