તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BCAના હોદ્દેદારોની વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

BCAના હોદ્દેદારોની વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિકેટહિત રક્ષક સમિતિ દ્વારા બીસીએના વહીવટ કર્તાઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.ક્રિકેટને લગતા સમાનનું વેચાણ બીસીએને ડબલ ભાવમાં વેચાણ કરીને ભ્રષ્ટાચાર આચરવા સહિત અનેક મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા હતા.અાગામી બીસીએની ચૂંટણીઓમાં ત્રીજા મોરચા તરીકે પણ ઝંપલાવવાની જાહેરાત કરી હતી.

ક્રિકેટ હિત રક્ષક સમિતિના આગેવાનો દેવેન્દ્ર સુરતી તથા પરેશ પટેલે બીસીએના હોદ્દેદારો સામે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે નામાંકિત ક્રિકેટર દ્વારા દુકાન ચલાવીને ક્રિકેટના સામાનનું ડબલ ભાવે બીસીએમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે.પોતાની એકેડમીના ખેલાડીઓને બીસીએમાં સેટિંગ કરીને રમાડવા,ક્લબના છોકરાઓ માટે પ્રેક્ટિસની જગ્યા બીસીએના ગ્રાઉન્ડ પર બીસીએના ખર્ચે સાધન સામગ્રી વાપરીને દર વર્ષે 24000 રૂપિયાની ફી પોતાના ખિસ્સામાં નાંખતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

ક્રિકેટ હિત રક્ષક સમિતિ ચૂંટણી લડશે

અન્ય સમાચારો પણ છે...